Valsadના પારડીમાં શિક્ષણ જગત શરમસાર, વિદ્યાર્થીનીને IAS-IPS બનાવવાની લાલચ આપી આચાર્યએ આચર્યું કુકર્મ!

📅 Published: October 10, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લાના પારડી પંથકમાંથી વાલીઓ માટે હચમચાવી નાખે તેવી અને લાલબત્તી સમાન એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અહીંની એક ખાનગી શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરાવવા તેમજ ભવિષ્યમાં IAS અને IPS અધિકારી બનાવવાની લાલચ આપીને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને કારણે સમગ્ર વલસાડ જિલ્લાના શિક્ષણ જગતમાં ભારે ચકચાર અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

પિતાએ શાળાએ જઈને રૂમનો દરવાજો ખખડાવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા કેટલાક સમયથી પારડીની આ ખાનગી શાળામાં અભ્યાસ કરતી એક સગીરા બપોરે 2 વાગ્યે શાળા છૂટ્યા બાદ રોજ નિયમિત સમય કરતાં બે કલાક મોડી ઘરે પહોંચતી હતી. દીકરી અવારનવાર મોડી આવતી હોવાથી શંકા ગઈ હતી, જેથી તેના પિતા એક દિવસ અચાનક શાળાએ પહોંચી ગયા હતા. પિતા જ્યારે શાળાની અંદર ગયા ત્યારે લેબ રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પિતાએ શંકા ગઈ જતા દરવાજો ખખડાવ્યો હતો, જેથી અંદરથી તેમની પુત્રી ડરેલી અને રડતી હાલતમાં બહાર આવી હતી અને પાછળથી આચાર્ય પણ બહાર નીકળતા પિતા ચોંકી ઉઠ્યા હતા.

રાજકીય દબાણ છતાં પોલીસ દ્વારા તપાસના આદેશ

પુત્રીએ પોતાની સાથે બનેલી હકીકત અને આચાર્યના કાળા કરતૂતો વિશે પિતાને જણાવી દીધું હતું. આ બનાવથી આઘાતમાં સરી ગયેલા પિતાએ તુરંત જ સાહસ દાખવીને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ખાનગી શાળાના આચાર્યને બચાવી લેવા માટે અને મામલો દબાવી દેવા માટે વિદ્યાર્થીનીના પરિવાર પર ભારે રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાઓ છે. જોકે, જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ મામલે ગંભીરતા દાખવીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર રહસ્ય પરથી સંપૂર્ણ પડદો ઉઠી શકશે.

આ પણ વાંચો : Dangના ઘાટ માર્ગો પર મોતની સવારી, બાઇક પર છુટ્ટા હાથે અને ઉભા રહીને સ્ટંટ કરતો યુવક કેમેરામાં કેદ…


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *