ગણેશોત્સવમાં દેહરીના કટવાડ ફ્ળિયા દહાડ બોય્ઝ મિત્ર મંડળે પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો છે. સોશિયલ ક્લિનર્સ ગ્રૂપ દ્વારા દરિયા સફાઈ દરમિયાન એકત્ર કરેલી પ્લાસ્ટિક બોટલની કેપનો ઉપયોગ કરી ગણેશ પંડાલનું આકર્ષક ડેકોરેશન કરવામાં આવ્યું છે. મંડળના સભ્ય નિખિલ ધોડીના જણાવ્યા મુજબ, સોશિયલ ક્લિનર્સ ગ્રૂપ છેલ્લા ઘણાં અઠવાડિયાથી ઉમરગામના દરિયાકિનારા સહિત વિવિધ વિસ્તારોમાં નિયમિત સફાઈ અભિયાન ચલાવી રહ્યું છે. સફાઈ દરમિયાન એકત્ર થતી પ્લાસ્ટિકની બોટલો અને તેના ઢાંકણામાંથી ઉપયોગી સામગ્રી અલગ કરવામાં આવે છે. દરિયા સફાઈમાંથી મળેલા પ્લાસ્ટિક કચરાનો સર્જનાત્મક રીતે પુનઃ ઉપયોગ કરી ગણેશ પંડાલને સજાવવામાં આવ્યો છે.
Valsad : ઉમરગામના દેહરી ગામે 7 હજારથી વધુ પ્લાસ્ટિક કેપથી ગણેશ પંડાલનું ડેકોરેશન
📅 Published: September 16, 2026 |
📂 Category: Valsad
