21
ઉમરગામ : ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા શુક્રવારે UIA કચેરી ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના હેતુથી યોજાયેલા કેમ્પમાં UIAના સભ્ય ઉદ્યોગોના કમ્રચારીઓ, પરિવારજનો, મિત્રો તેમજ વિવિધ સંસ્થાઓના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. રોટરી ક્લબ ઓફ્ ઉમરગામ, લાયન્સ ક્લબ ઓફ્ ઉમરગામ, જય માતાજી સેવા સંઘ, ઇનર વ્હીલ ક્લબ ઓફ્ ઉમરગામ અને રોટરેક્ટ ક્લબ ઓફ્ ઉમરગામ સહિતની સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓમાં પણ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ 106 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. રક્તદાન કેમ્પને સફ્ળ બનાવવા સહયોગ આપનાર સંસ્થાઓ,UIAના ડિરેક્ટર્સ, સભ્ય ઉદ્યોગો, કર્મચારીઓ, રક્તદાતાઓ તથા અન્ય સહયોગીઓનો UIA દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
