Valsad: ઉમરગામમાં ફૂડ વિભાગના દરોડા; એવરેસ્ટ હિંગનું જોબવર્ક કરતી કંપનીમાંથી 26.81 લાખનો હિંગ સીઝ

📅 Published: August 31, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા ખાતે આવેલી ‘એવરગ્રીન ફૂડ કંપની’ માં વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા અચાનક આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, એવરગ્રીન ફૂડ કંપની દ્વારા દેશની જાણીતી મસાલા બ્રાન્ડ ‘એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ’ માટે હિંગ (Asafoetida) પ્રોસેસિંગ અને પેકિંગનું જોબવર્ક કરવામાં આવતું હતું.

વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ 

ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર ગુણવત્તા તપાસવા માટે ઉપલબ્ધ હિંગના જથ્થામાંથી વિવિધ સેમ્પલ (નમૂના) એકત્ર કરવામાં આવ્યા હતા અને તેને પૃથક્કરણ માટે સરકારી લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ હતી.તપાસ દરમિયાન હિંગની ગુણવત્તા તેમજ સ્ટાન્ડર્ડ અંગે શંકા જતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફેક્ટરીમાંથી મોટા પાયે હિંગનો જથ્થો સીઝ કરવાનો આદેશ આપ્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી કુલ 4,668કિલોગ્રામ હિંગ પાઉડર જપ્ત કર્યો હતો, જેની કુલ બજાર કિંમત ₹26,81,340અંદાજવામાં આવી છે.

26.81 લાખનો 4,668 કિલો હિંગ પાઉડર સીઝ

20,81,640 ની કિંમતનો 3,469 કિલોગ્રામ જથ્થો. 5,99,700 ની કિંમતનો 1,199 કિલોગ્રામ જથ્થો. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જો હિંગમાં કોઈ ભે ભેળસેળ કે સબ-સ્ટાન્ડર્ડ ગુણવત્તા માલૂમ પડશે તો કંપની અને સંબંધિત બ્રાન્ડ સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Rajkot: લોકમેળામાં સુરક્ષાને લઈ ફાયર-108 નું મોકડ્રિલ; ફજેતમાં ફસાયેલા મુસાફરોનું લાઈવ રેસ્ક્યુ ડ્રિલ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *