Valsad: ઉમરગામ પોલીસ મથકનું એસ.પી. દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન

📅 Published: November 1, 2026 | 📂 Category: Valsad

ઉમરગામ પોલીસ મથક ખાતે શુક્રવારે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) યુવરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વર્ષ 2026નું વાર્ષિક ઇન્સ્પેક્શન (તપાસ) યોજાયું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન એસ.પી. દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી અને તમામ દફતરોની ચકાસણી કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન કાર્યવાહીના ભાગરૂપે નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક ઇન્સ્પેકશન પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ મથક ખાતે એસ.પી. યુવરાજસિંહ જાડેજા દ્વારા નોટ રીડિંગ હાથ ધરી પોલીસ સ્ટેશનની કામગીરી તેમજ દફતર તપાસણી કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન વર્ષ 2026માં યોજાયેલા કાર્યક્રમો અને બેઠકોનો વિગતવાર ચિતાર મેળવવામાં આવ્યો હતો. જેમાં વર્ષ દરમિયાન યોજાયેલા પોલીસ લોકદરબાર, યુઆઇએ હોલ ખાતે ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનની બેઠક અને લાઇન વિઝિટ સહિતની તમામ કામગીરી અને અહેવાલોની એસ.પી. દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *