Valsad : ઉમરગામ બીચને ચોખ્ખોચણાંક કરવાના સંકલ્પ સાથે ઝુંબેશ

📅 Published: September 18, 2026 | 📂 Category: Valsad

ઉમરગામ : ઉમરગામના નાયબ કલેક્ટર (પ્રાંત અધિકારી) નીરવભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉમરગામ ટાઉન બીચ ખાતે સ્વચ્છતા અંગે જનજાગૃતિ સાથે વિશેષ બીચ ક્લીનિંગ ડ્રાઇવ યોજાઈ હતી. સવારે 8 વાગ્યે યોજાયેલા આ અભિયાનમાં ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, એમ.એમ. હાઇસ્કૂલ, અગ્રથા સ્કૂલ, તાલુકા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાના પ્રતિનિધિઓ તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ કલેક્ટર નીરવભાઈ પટેલે જણાવ્યું હતું કે ઉમરગામ ટાઉન બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. જેમ આપણે આપણું ઘર અને આંગણું સ્વચ્છ રાખીએ છીએ, તેમ જાહેર સ્થળો અને દરિયા કિનારાને પણ સ્વચ્છ રાખવાની જવાબદારી સૌની છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોએ ઉમરગામ બીચ સહિત તમામ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનો સંકલ્પ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *