Valsad: ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કેમ્પમાં રેકોર્ડબ્રેક 1111 યુનિટ રક્ત એકત્ર

📅 Published: August 16, 2026 | 📂 Category: Valsad

વલસાડ : વલસાડના ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષની જેમ જ આ વખતે પણ દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે વલસાડના મોંઘાભાઇ હોલ ખાતે, સતત 14મા વલસાડ રક્તદાન કેન્દ્ર, પારડી બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં રેકોર્ડબ્રેક 1111 યુનિટ રક્ત એકત્ર થયું હતું. અંગદાન બાબતે જાગૃતિ લાવવાના આશય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન હાજર રહ્યા હતા. રક્તદાન શિબિર પ્રસંગે ઉમિયા સોશિયલ ટ્રસ્ટ દ્વારા વન ટચ સોલ્યુશન નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી. આ ઉપરાંત અંગદાન કરનાર સ્વર્ગસ્થના પરિજનોનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને લેધર બેગ વોટર બોટલ નૅમ્પકીન અને પર્યાવરણની જાળવણી માટે છોડ અને ચકલીઘર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *