Valsad: કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા નિર્માણાધીન લાયબ્રેરી સ્થળાંતર મુદ્દે ચર્ચા

📅 Published: November 6, 2026 | 📂 Category: Valsad

કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે બપોરે યોજાઇ હતી. જેમાં તાલુકાના વિકાસલક્ષી પ્રશ્નો અને ચાલી રહેલા વિવિધ કામો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કપરાડા તા.પં.ના પ્રમુખ ભરતભાઇ ગાવડાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભાનો મુખ્ય મુદ્દો સુથારપાડા ખાતે નિર્માણ પામનારી લાયબ્રેરીનો રહ્યો હતો. લાયબ્રેરીને અન્ય સ્થળે ખસેડવાની વાત સામે આવતા સભ્યોએ આ બાબતે રજૂઆત કરી હતી. સ્થાનિક યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે લાયબ્રેરી ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેમ જણાવવામાં આવ્યુ હતું. યુવાનોને ગામમાં જ વાચન, અભ્યાસ અને માર્ગદર્શન મળી રહે તે માટે લાયબ્રેરી યોગ્ય સ્થળે બને તે જરૂરી છે. આથી આ મામલે તાલુકા વિકાસ અધિકારીને તપાસ કરવા જણાવવામાં આવ્યુ હતું. ઉપરાંત જે ગામોમાં પંચાયતના મકાનની જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં નાની લાયબ્રેરી શરૂ કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. આનાથી અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટો લાભ મળશે. સભામાં, સભ્યોએ પોતાના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસના કામો પર સતત દેખરેખ રાખી ગુણવત્તાયુક્ત કામ થાય તેના પર ભાર મૂક્યો હતો. વિકાસના કામોમાં ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ ના ચાલે તેનું ધ્યાન રાખવા સૂચના અપાઇ હતી. ટી.ડી.ઓ.ની કચેરીમાં સફાઇ કામદાર રાખવાની જરૂરીયાત અંગે પણ સભ્યોએ હકારાત્મક રજૂઆત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *