Valsad :કપરાડા-નાનાપોંઢા હાઇવે ઉપર ખાડાનું સામ્રાજ્યઃ વાહનચાલકોનો જીવ જોખમમાં

📅 Published: September 20, 2026 | 📂 Category: Valsad

કપરાડા અને નાનાપોંઢા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 848 અને 56નું દર વર્ષે ચોમાસામાં ભારે ધોવાણ થાય છે. હાઈવે પર ઠેર ઠેર અને નજીવા અંતરે મસમોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળે રસ્તા પર પડેલા ખાડા મિની તળાવમાં પરિવર્તિત થયા છે. બંને નેશનલ હાઇવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય, વાહનચાલકોને સતત ગંભીર અકસ્માત નડે તેવી શક્યતા છે. નાનાપોંઢાથી જોગવેલ અને નાસિક તરફ જતા રસ્તા પર આવેલો ઘાટ અને પુલ પાસેનો રસ્તો વાહનચાલકો માટે અત્યંત જોખમી બન્યો છે. આ બંને સ્થળોએ ખાડાઓની ઊંડાઈ અને પહોળાઇથી અજાણ અનેક વાહનો ખાડામાં ખાબકવાના બનાવો રોજિંદા બન્યા હોવાની ફરિયાદ સ્થાનિક રહીશોએ કરી છે. નેશનલ હાઇવે ઓથોરિટીના પાપે કોઈક નિર્દોષ વાહનચાલકે તેનો જીવ ગુમાવવો પડે તેવી શક્યતા છે. આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી નિષ્ક્રયતા રહેતાં રોષે ભરાયેલા જોગવેલ ગામના માજી સરપંચ ચીમનભાઈ સહિત ગામના યુવાનોએ, વાહનચાલકોને ગંભીર અકસ્માતનો ભોગ નહિ બનવું પડે તેવા આશય સાથે શ્રમયજ્ઞ કરી, વાહનચાલકો માટે જીવલેણ બનેલા ખાડાઓનું યુવાનોએ પીકઅપ વાહનમાં કપચી ભરી જોખમી ખાડાનું પુરાણ કર્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *