Valsad: કારની ટક્કર વાગતાં સોલધરાના બાઈકચાલકનું મોત

📅 Published: August 10, 2026 | 📂 Category: Valsad

માલવણ ગામેથી પસાર થઇ રહેલા કારના ચાલકે ચીખલીના સોલધરા ગામના બાઇકચાલકની બાઇકને ટક્કર મારતા બાઇક ખાડામાં ઉતરી ગઈ હતી. જે બાદ કાર પણ બાઈક નજીક ખાબક્યા બાદ પલટી મારી જતા, વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની પત્નીને ગંભીર અને દોઢ વર્ષીય પુત્રીને ઇજા થઇ હતી.

ચીખલી તાલુકાના સોલધરા ગામના નાયકીવાડ ખાતે રહેતા અજયભાઇ ગણપતભાઈ પટેલ તેમની પત્ની પિનલબેન અને દોઢ વર્ષીય પુત્રી સાથે બાઈક (નંબર જીજે 21 બી એલ 2610) ઉપર વલસાડના માલવણ ગામના કોસ્ટલ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. માલવણના ખારવા ફળિયા પાસેથી પસાર થઇ રહેલી કાર (નંબર જીજે 15 સીએમ 2508)ના ચાલકે અજયભાઈની બાઇકને ટક્કર મારી દેતા, બેકાબૂ બનેલી બાઈક ખાડામાં ખાબકી હતી.

આ ઉપરાંત બેકાબૂ કાર પણ બાઈક નજીકના ખાડામાં ખાબકી હતી.

અકસ્મતમા રોડ પર પટકાયેલા અજયભાઈને ગંભીર ઇજા થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પિનલબેનને ગંભીર અને દોઢ વર્ષીય પુત્રીને સામાન્ય ઇજા થઇ હતી. કારચાલક સહિત કારમાં સવાર ચારેય ઈસમોને ઓછી વત્તી ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોએ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ચીખલીની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જે બાબતે ડુંગરી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *