Valsad : કાળી ફિલ્મ લગાડી નંબર પ્લેટ વગરની મર્સિડીઝ કાર ફેરવતો નબીરો ભેરવાયો

📅 Published: August 30, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વગર તથા કાર ઉપર કાળી ફિલ્મ લગાડીને બેફામ ગતિએ હંકારનારા એક નબીરા વિરુદ્ધ મળેલી ફરિયાદને આધારે શનિવારે સવારે કારને જપ્ત કરી હતી. જે બાદ કારમાં કાચ પર લગાડેલ કાળી ફિલ્મો સ્થળ પર જ કાઢી નાંખી હતી. તેમજ લાઇસન્સ વગર કાર હંકારતા નબીરાને આર.ટી.ઓ. મેમો ફટકારી દાખલારૂપ કાર્યવાહી કરી હતી. શુક્રવારે એક લાલ રંગની લક્ઝરીય મર્સિડીઝ કાર અત્યંત પૂરઝડપે હંકારવામાં આવી રહી હોવાની ફરિયાદ પોલીસને કોઇક જાગૃત નાગરિકે કરી હતી. તેથી પોલીસે તપાસ હાથ ધરી હતી, પરંતુ તે મળી આવી નહોતી. દરમિયાન શનિવારે સવારે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમને લાલ રંગની મર્સિડીઝ કાર વલસાડમાં નજરે પડતા તપાસ કરી તો કારની બંને તરફ નંબર પ્લેટ ના હતી. કારમાં તમામ કાચ ઉપર ઘેરા કાળા રંગની ફિલ્મ લગાડવામાં આવી હતી. જેથી કારની અંદરનું કોઇપણ દ્રશ્ય બહારથી બિલકુલ નજરે પડતું નહોતું. પોલીસના જણાવ્યાનુસાર કાર્તિક પરમાર નામના હાલર વિસ્તારમાં રહેતા નબીરા પાસે લાઇસન્સ પણ ના હોવાનું તેણે જણાવ્યું હતું. આખરે ટ્રાફિક પોલીસે સ્થળ પર જ કારના કાચ પરની બ્લેક ફિલ્મ ઉખેડીને ફેંકી દીધી હતી. તેમજ કારચાલકને આર.ટી.ઓ. મેમો ફટકારતા તેણે આર.ટી.ઓ.માં 4 હજાર રૂ.નો દંડ ભરીને કાર છોડાવી હતી. સૂત્રએ જણાવ્યું કે, આ કાર છેલ્લા લગભગ છ મહિનાથી બંને તરફ નંબર પ્લેટ લગાડયા વગર દોડી રહી હતી. પોલીસે અગાઉ એકવાર તેને દંડ કર્યો હતો. તે પછી થોડો સમય નંબર પ્લેટ લગાડી હતી. તે પછી ફરી કાઢી નાંખી હતી. ઉપરાંત કારચાલક શહેરમાં બેફામ ઝડપે કાર હંકારવાની આદત ધરાવતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *