Valsad : કોસંબા રોડ પાસે ટ્રાન્સફોર્મરમાં ભડકો થયા બાદ આગ ભભૂકી

📅 Published: September 19, 2026 | 📂 Category: Valsad

વલસાડના કોસંબા રોડ ખાતે આવેલા એક કોમ્પ્લેક્સના

વીજ ટ્રાન્સફોર્મરમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યે અચાનક ભડકો થયા બાદ આગ લાગતા સ્થાનિક

રહીશોમાં ભારે દોડધામ મચી હતી. ઘટનાની જાણ વીજ કંપની અને વલસાડ પાલિકાના ફાયરબ્રિગેડ વિભાગને કરાઈ હતી. જે બાદ પાલિકાના ફાયરબ્રિગેડની ટીમે આગ પર મિનિટોમાં કાબૂ મેળવી લીધો હતો.

વલસાડના કોસંબા રોડ ખાતે આવેલા એક ખાનગી

કોમ્પ્લેક્સમાં વીજ કંપની દ્વારા એક વીજ ટ્રાન્સફોર્મરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યે ટ્રાન્સફોર્મરમાંથી તણખલા ઝર્યા બાદ ભડકો થયો

હતો. ટ્રાન્સફોર્મરમાં ભડકો થવા સાથે જ આગ લાગતા કોમ્પ્લેક્સમાં રહેતા રહીશો સહિતના

સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટયા હતા. ઘટનાની જાણ વીજ કંપની અને વલસાડ પાલિકાના ફાયરબ્રિગેડની ટીમને કરાઈ હતી. વીજ કંપની દ્વારા તકેદારીના ભાગે આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવાની ફરજ પડી

હતી. બીજી તરફ સ્થળ પર પહોંચેલી વલસાડ પાલિકાની ફાયરબ્રિગેડની ટીમે મિનિટોમાં આગ પરનો

કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં ઇજાનો કોઈ બનાવ નહિ નોંધાતા, સ્થાનિક રહીશોમાં રાહતની લાગણી ફેલાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *