પારડી તાલુકાના ડુમલાવ ગામમાં અનુસૂચિ-5ની જોગવાઈઓનો યોગ્ય અમલ કરવા તેમજ ગામની જમીન, પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના રક્ષણ માટે ડુમલાવ ગ્રામ પંચાયત દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામ પંચાયતની રજૂઆત મુજબ ડુમલાવ ગામ અનુસૂચિ-5 હેઠળ આવતું હોવા છતાં તેની જોગવાઈઓનો યોગ્ય અમલ થતો નથી. તા. 1 માર્ચ, 2026ના રોજ મળેલી સામાન્ય ગ્રામસભામાં આ મુદ્દે વિવિધ ઠરાવો કરી સરકારને રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો. રજૂઆતમાં ગામમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત થવાથી પર્યાવરણ, જળ, જંગલ અને પ્રકૃતિને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બહારના લોકો દ્વારા જમીન ખરીદી રહેણાંક સોસાયટી, કોમર્શિયલ ગોડાઉન, પાર્ટી પ્લોટ તથા અન્ય કોમર્શિયલ હેતુઓ માટે બાંધકામ થવાથી સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને રીતરિવાજોને અસર થવાની ચિંતા વ્યક્ત કરાઈ છે. ગ્રામ પંચાયતે અનુસૂચિત-5ની જોગવાઈઓનો કડક અમલ કરાવી ડુમલાવ ગામની જમીન, પર્યાવરણ અને આદિવાસી હિતોનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ માંગ કરી છે.
Valsad: ડુમલાવમાં 'અનુસૂચિ-5'નો કડક અમલ કરવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત
📅 Published: August 12, 2026 |
📂 Category: Valsad
