Valsad :ધરમપુર દશોંદી ફળિયામાં ગણેશોત્સવ કેદારનાથ ધામની થીમ ઉપર ડેકોરેશન

📅 Published: September 19, 2026 | 📂 Category: Valsad

ધરમપુરના દશોંદી ફળિયામાં યુવાશક્તિ

યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં આ વર્ષે ધાર્મિક આસ્થા, ભવ્ય સજાવટ સાથે પર્યાવરણ જાગૃતિ અને પરંપરાનું જતનના સંદેશ સાથે કેદારનાથની થીમ

પર ભવ્ય ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં કેદારનાથ ધામની અનુભૂતિ કરાવતી રચના સાથે લાઇવ વહેતા ઝરણાંની થીમ પણ ધ્યાનાકર્ષક

બની રહી છે. યુવાશક્તિ યુવક

મંડળ દ્વારા છેલ્લા 77 વર્ષથી અકબંધ રહેલી પરંપરા મુજબ દહાણુના એક જ પરિવાર દ્વારા

તૈયાર કરવામાં આવતી માટીની ગણેશ પ્રતિમાની પધરામણી કરવામાં આવે છે. વર્ષોથી જે મૂર્તિકાર પરિવાર પાસેથી પ્રતિમા લાવવામાં આવે છે, ત્યાંથી જ પ્રતિમા તૈયાર કરાવવાની પરંપરા મંડળે જાળવી રાખી છે. ગણેશજીના આગમનની

પરંપરા પણ અહીં વિશેષ છે. આગમનના દિવસે ભક્તોના ઘરે મૂર્તિ લઇ જવાય છે. ત્યારબાદ લારીમાં બેસાડી ડીજેના ઘોંઘાટ વિના ભજન, ધૂન અને જયઘોષ સાથે સમગ્ર ફળિયામાં ગણપતિ બાપાનું આગમન કરાવવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *