Valsad :પર્યુષણ પર્વે વલસાડમાં તપસ્વીઓના સન્માનમાં જૈન સમાજની શોભાયાત્રા

📅 Published: September 17, 2026 | 📂 Category: Valsad

**વલસાડમાં આ વર્ષે વર્ધમાન તપ અને પર્યુષણ પર્વ દરમિયાન કુલ 48 જેટલા તપસ્વીઓએ અઠ્ઠાઇ (08 દિવસ), 11 દિવસ, સોળભત્તુ (16 દિવસ) અને માસક્ષમણ (30 દિવસ) સુધી કઠોર ઉપવાસ-સાધના કરી છે. વધુમાં, વલસાડમાં છેલ્લા 6 મહિનાથી 285 જેટલા આરાધકો 15 મહિનાની અત્યંત કઠિન ગણાતી વર્ષોતપની તપશ્ચર્યા કરી રહ્યા છે. આ તમામ તપસ્વીઓની ભાવપૂર્વક અનુમોદન કરવા માટે આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા આઝાદ ચોક ખાતે પહોંચી ત્યારે વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને પ્રદેશ ભાજપ મંત્રી તથા વલસાડ પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકીએ પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતાં. **

**આ રથયાત્રામાં વલસાડ મહાવીર સ્વામી પેઢીના પ્રમુખ પ્રકાશભાઇ, ટ્રસ્ટીઓ નિમેષભાઇ, રાજુભાઇ, અજયભાઇ, કેતનભાઇ કોઠારી (વલસાડ ગુરૂ જ્વેલર્સ), વિનોદભાઇ છેડા (રજવાડી જ્વેલર્સ), જેસંગભાઇ, અન્ય જૈન સમાજના ટ્રસ્ટીઓ, આગેવાનો મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઇઓ અને બહેનો જોડાયા હતાં. શહેરના આઝાદ ચોક ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, જિ.પં. પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ સહિતના ભાજપના આગેવાનોએ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું અને આચાર્યો ગુરુ ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા. **

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *