Valsad : પારડી પોલીસ સ્ટેશનમાં જ ધમાલ, દારૂના નશામાં યુવક-યુવતીઓની પોલીસ સાથે ઝપાઝપી, કોન્સ્ટેબલનો હાથ ફ્રેક્ચર

📅 Published: August 31, 2026 | 📂 Category: Valsad

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનમાં હોટલના રૂમને લઈને શરૂ થયેલો વિવાદ ઉગ્ર બનતા પોલીસ સાથે ઝપાઝપીની ઘટના સામે આવી છે. પારડી કલસર નજીક આવેલી હોટલમાં રૂમને લઈને હોટલ સંચાલક સાથે વિવાદ થયા બાદ યુવક-યુવતીઓનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં પહોંચ્યા બાદ તેમણે પોલીસ સાથે જ ઝપાઝપી અને ગેરવર્તન કર્યું હોવાનો આક્ષેપ છે.

હોટલના રૂમના વિવાદ બાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા

મળતી માહિતી મુજબ પારડી કલસર નજીક આવેલી એક હોટલમાં રૂમને લઈને હોટલ સંચાલક અને યુવક-યુવતીઓ વચ્ચે વિવાદ થયો હતો. મામલો ઉકેલવા માટે યુવક-યુવતીઓ પારડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ વાત વધુ વણસી હતી.

પીએસઆઇ સાથે ગેરવર્તનનો આક્ષેપ

પોલીસ સ્ટેશનમાં હાજર યુવક-યુવતીઓએ ફરજ પરના પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હોવાની વિગતો સામે આવી છે. આ દરમિયાન પીએસઆઇ સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. સ્થિતિ વણસતા પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો મચ્યો હતો.

ઝપાઝપીમાં કોન્સ્ટેબલનો હાથ ફ્રેક્ચર

યુવક-યુવતીઓ અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપી દરમિયાન ફરજ પરના એક કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. કોન્સ્ટેબલનો હાથ ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી સાથે મારામારીની ઘટના બનતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે.

દારૂના નશામાં હોવાની સામે આવી વિગતો

પોલીસની કાર્યવાહી દરમિયાન તમામ યુવકો અને યુવતીઓ દારૂના નશામાં હોવાનો આરોપ છે. સમગ્ર ઘટનાને પગલે પારડી પોલીસે 2 મહિલા અને 4 પુરુષ સહિત કુલ 6 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.

6 લોકોની ધરપકડ

પારડી પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હોટલના રૂમના સામાન્ય વિવાદથી શરૂ થયેલો મામલો પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથેની ઝપાઝપી સુધી પહોંચતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.   

આ પણ વાંચો  :   Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *