Valsad: પૂરગ્રસ્તો હજી પણ સહાયથી વંચિત

📅 Published: October 25, 2026 | 📂 Category: Valsad

વલસાડના પૂર અસરગ્રસ્ત વિસ્તારના સેંકડો રહીશો ઘટનાના અઢી માસ બાદ પણ સેંકડો લોકો સહાયથી વંચિત રહી જતા શહેરી વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં સરવેને કામગીરી કરનાર અધિકારીની કામગીરી પર સવાલો ઉઠયા છે. સહાયથી વંચિત અસરગ્રસ્ત અરજદારોએ સિટી મામલતદાર કચેરી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. તે બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય નહિ ચૂકવાતા સહાયથી વંચિત અસરગ્રસ્ત રાજદારોમાં ભારે રોષ ફેલાયો છે. વલસાડ શહેર સહિત તાલુકામાં ગત તા. 23મી જુલાઈના રોજ પૂર આવતા શહેરના 90 ટકા વિસ્તાર ડુબાણમાં જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારો પૈકીના કાશ્મીરનગર વલસાડ પારડી, તરિયાવાડ , બંદર રોડ, છીપવાડ, ડોડિયા ટેકરા, માસ્તર રોડ, જોગીયાની નાળ, વાવડી સહિતના વિસ્તારના તમામ વિસ્તારના તમામ મકાનો પાણીમાં ગરક થયા હતા. પૂર અસરી ગયા બાદ વલસાડ સિટી મામલતદારના નેજા હેઠળ શહેરના પૂર અસરગ્રસ્તોને સરકારી ધારા ધોરણો મુજબ સહાય ચૂકવવા માટે સરવેની કામગીરી કરવામાં આવી હતી. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ પૂર અસરગ્રસ્ત લોકોને માંડ માંડ સહાય ચૂકવવાની કવાયત હાથ ધરાઈ હતી. શહેરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં પૂર ઓસર્યાના અઢી માસ બાદ પણ અનેક લોકો સહાયથી વંચિત રહી ગયા છે. આ લોકોએ વલસાડ તાલુકા મામલતદારને રજૂઆત કરી હતી. જે બાદ સિટી મામલતદાર દ્વારા સહાયથી વંચિત રહી ગયેલ પૂર અસરગ્રસ્તો પાસેથી દસ્તાવેજો મેળવાયા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પૂર અસરગ્રસ્ત વિસ્તાર પૈકીના છીપવાડ સહકારી સંઘના પૂર અસરગ્રસ્ત વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી. જે બાદ પણ અનેક અસરગ્રસ્ત લોકો અઢી માસ બાદ પણ સહાયથી વંચિત રહ્યા છે. પૂરગ્રસ્ત વિસ્તારના અનેક લોકો મળવાપાત્ર સહાય ચૂકવવામાં સંબંધિત તંત્રના અખાડાના પગલે સહાયથી વંચિત અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *