Valsad: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં અબ્રામામાં હોટલનો પરવાનો સ્થગિત કરાયો

📅 Published: August 19, 2026 | 📂 Category: Valsad

વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમોએ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં સ્થિત 08 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટોમાં બુધવારે કરેલી આકસ્મિક ચકાસણી દરમિયાન અબ્રામામાં આવેલી એક રેસ્ટોરન્ટમાં ભારે ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે આ રેસ્ટોરન્ટનો પરવાનો તાત્કાલિક સ્થગિત કરી રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધી છે. જ્યારે અન્ય બે હોટલમાં પણ અસ્વચ્છતા જોવા મળતા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.

બુધવારે વલસાડ ફૂડ વિભાગ દ્વારા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ હોટલો પર ઓચિંતું ચેકિંગ હાથ ધરાયું હતું. જે દરમિયાન કેટલીક હોટલોમાં અનેક પ્રકારની ક્ષતિઓ મળી આવી હતી. જેમાં, વલસાડના અબ્રામા-ધરમપુર રોડ પર આવેલી પ્રમુખ સાંનિધ્ય બિલ્ડિંગમાં ચાલતી સબ્જીવાલા હોટલમાં તપાસ દરમિયાન ભારે ગંદકી જોવા મળી હતી. જેથી હોટલનો પરવાનો તાત્કાલિક અસરથી સ્થગિત કરાયો હતો. આ ઉપરાંત અબ્રામા ધરમપુર રોડ પર આવેલ સ્ટેલર ઝોનમાં સ્થિત ચટુરા વેન્ચર તથા પારડી ને.હા.નં. 48 પર સ્થિત રામદેવ રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરતા ત્યાં અસ્વચ્છતા જોવા મળી હતી. આ સિવાય પાણીનો રિપોર્ટ, મેડિકલ સર્ર્ટિફિકેટ તથા પેસ્ટ કંટ્રોલના પ્રમાણપત્ર રજૂ કરી ન શકતા ફૂડ વિભાગ દ્વારા બંને હોટલના સંચાલકને ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *