Valsad: મુરદડ ગામના માવલી ફળિયાના રહીશોના નસીબમાં વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નહીં

📅 Published: August 17, 2026 | 📂 Category: Valsad

ધરમપુર તાલુકાના મુરદડ ગામના માવલી ફળિયામાં વર્ષો પછી પણ રસ્તાની સુવિધા નથી. તેથી સોમવારે ધરમપુર મા. અને મ. પેટા વિભાગના ના.કા.ઇ.ને લેખિત રજુઆત ફળિયાવાસીઓએ કરી હતી.

ધરમપુર તાલુકાના કેટલાક વિસ્તારોમાં આજે પણ લોકો રસ્તા સહિતની પાયાની સુવિધાથી વંચિત હોવાની ફરિયાદો છે. મુરદડ ગામના માવલી ફળિયામાં રહેતા 70 જેટલા રહીશોને હજી સુધી સારો રસ્તો બનાવી આપવામાં આવ્યો નથી. આ મુદ્દે સ્થાનિક રહીશોએ ધરમપુર તા.પં.ના પૂર્વ અપક્ષ સભ્ય કલ્પેશ પટેલની આગેવાનીમાં ધરમપુર મા.મ. પેટા વિભાગના કા.ઇ.ને મળીને રજુઆત કરી હતી કે, માવલી ફળિયામાં કોઇ બિમાર પડે તો એમ્બ્યુલન્સ આવી શક્તી નથી. ભારે વરસાદ પડે ત્યારે આ ફળિયાના લોકોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી જાય છે. હાલમાં અત્યંત ભયજનક બની ગયેલ સાંકડા રોડ પરથી માત્ર પગપાળા અને તે પણ જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આ રસ્તો તાકીદના ધોરણે બનાવવામાં આવે તે આવશ્યક છે. અધિકારીએ હાલ ચોમાસુ ચાલે છે તેથી રસ્તાની વૈકલ્પિક સુવિઘધા કરી દેવામાં આવે છે અને ચોમાસુ પત્યા બાદ વહેલી તકે નિરાકરણ કરી દેવાશે તેવી હૈયાધરપ આપી હોવાનું આગેવાનોએ જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *