Valsad : મોદીના જન્મદિને પારડી સ્વાધ્યાય મંડળ અને સંસ્કૃત મહાવિદ્યાલયમાં ગણેશયાગ

📅 Published: September 18, 2026 | 📂 Category: Valsad

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની 77મી જન્મતિથિ નિમિત્તે સ્વાધ્યાય મંડળ અને શ્રાી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય, પારડી, વલસાડ ખાતે શ્રાધ્ધા, વૈદિક પરંપરા અને રાષ્ટ્રભાવનાના પાવન સંગમ સમાન ભવ્ય ગણેશયાગનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પાવન અવસરે ઋષિકુમારો તથા ઉપસ્થિત શુભેચ્છકો દ્વારા 1000 અથર્વશીર્ષ સ્તોત્રના પઠન સાથે 1000 મોદકની આહુતિ વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિપૂર્વક અર્પણ કરવામાં આવી હતી.

આ ગણેશયાગમાં રાષ્ટ્રની અખંડ એક્તા, શાંતિ, સમૃધ્ધિ, જનકલ્યાણ, ભારતની અવિરત પ્રગતિ અને વૈશ્વિક ક્ષેત્રે ભારતની વધતી પ્રતિષ્ઠા માટે મંગલ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય અને તેઓ સતત રાષ્ટ્રસેવા માટે કાર્યરત રહે તેવી શુભકામનાઓ સાથે વૈદિક પરંપરા મુજબ મંગલકામના કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ, વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલભાઇ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઇ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઇ કંસારા, મહામંત્રીઓ કમલેશભાઇ પટેલ અને નિખીલભાઇ ચોક્સી સહિત જિલ્લાના આગેવાનો, કાર્યકરો, ઋષિકુમારો તથા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *