Valsad: યૂથ કોંગ્રેસના કાર્યકરોની ભૂખ હડતાળ, પોલીસે ડિટેઈન કર્યા

📅 Published: August 13, 2026 | 📂 Category: Valsad

વલસાડના નનકવાડા અને વશિયર ગામ વચ્ચેથી પસાર થતી વાંકી નદી ઉપર બ્રિજના વિવાદ મામલે વલસાડ જિલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા વલસાડ ખાતે કલેક્ટર કચેરીની સામેની બાજુએ આજથી ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો હતો. પરંતુ એ માટે તંત્ર તરફથી કોઇ મંજૂરી મળી નહીં હોવાને લઇને વલસાડ સિટી પોલીસે ભૂખ હડતાળ પર બેઠેલા યુથ કોંગ્રેસના તમામ નેતાઓ-કાર્યકરોને બળપૂર્વક ડિટેઇન કરતા સ્થિતિ ભારે તંગ બની હતી.

વલસાડના વશીયર ગામે બ્રિજ બાબતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ઉડી તપાસ બાબતે એસ.આઈ.ટી.ની રચના કરવા, ખાનગી બિલ્ડર દ્વારા રાજ્ય સરકારને આપેલી ખાતરી મુજબ જમીન કબજે લેવા અંગે લેખિત રજૂઆત કરી હતી. જે બાદ પણ જિલ્લા કલેક્ટર દ્વારા નિયત સમયમાં જવાબ નહિ મળતા, વલસાડ જિલ્લા યૂથ કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સામે આજરોજ અચોક્કસ મુદતના ભૂખ હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું . વલસાડ યુથ કોંગ્રેસના આગેવાનોને સિટી પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં હોવાનું અને ભૂખ હડતાળ બાબતે લેખિત મંજૂરી નહિ હોવાનું જણાવી, યૂથ કોંગ્રેસના કાર્યકરોને બળપૂર્વક ડિટેઇન કર્યા હતા. પોલીસની કામગીરીને લઈને યૂથ કોંગ્રેસના હોદેદારો સહિત જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કરી, કથિત પોલીસ દમનનો વિરોધ કર્યો હતો. ધમાચકડી વચ્ચે આ સ્થળે હાજર પોલીસ કર્મચારીએ જિલ્લા યૂથ કોંગ્રેસના બેનરને કથિત રીતે ફાડી નાંખતા વિવાદ વકર્યો હતો .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *