વલસાડની અમિત હોસ્પિટલમાં બિલિંગ ઓપરેટરે ગત વર્ષે હોસ્પિટલમાં દાખલ 66 દર્દીઓએ ચૂકવેલી બિલની કુલ રૂ. 21,96,994 હોસ્પિટલમાં જમા કરાવવાને બદલે માત્ર રૂ. 8,98,585ની રકમ જમા કરાવી હતી. જ્યારે રૂ. 12,98,409ની ઉચાપત કરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરી છે. વલસાડના ઘડોઈ ગામના બારોડિયા ફ્ળિયામાં રહેતા સુનિલ રમણભાઈ પટેલ વલસાડની અમિત હોસ્પિટલમાં બિલિંગ ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. તેનું કામ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના બિલ બનાવવા, બિલના નાણાં ભેગા કરવા અને તેની એન્ટ્રી હોસ્પિટલના નિભાવ સોફ્ટવેરમાં કરવાની જવાબદારી આપવામાં આવી હતી. જે બાદ હોસ્પિટલના અન્ય એકાઉન્ટન્ટ એન્ટ્રી વેરીફાઈ કરી, બિલના નાણાં બેંક ખાતામાં જમા કરાવવાની સિસ્ટમ હતી. જો કે, હોસ્પિટલના એકાઉન્ટન્ટે કરેલા વેરિફ્કિેશનમાં મોટી રકમનો તફાવત આવ્યો હતો. તેથી બંને એકાઉન્ટન્ટોએ આ બાબતે હોસ્પિટલના એમ.ડી. સહિતના સંચાલકોને જાણ કરી હતી. દરમિયાન બિલિંગ ઓપરેટર સુનિલ પટેલે વર્ષ 2024માં હોસ્પિટલમાં દાખલ 66 દર્દીઓના બિલના કુલ રૂ. 21,96,994 પૈકી માત્ર રૂ. 8,98,585 જમા કરાવી બાકીના રૂ. 12,98,409ની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું. આખરે હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર શિરીશભાઈ દેસાઈએ આરોપી સુનિલ પટેલ સામે સિટી પોલીસ મથકમાં ગત તા. 19-11-2025ના રોજ ફરિયાદ નોંધાવી હતી. સિટી પોલીસે આ ઉચાપત કરનાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Valsad: વલસાડની હોસ્પિટલમાં 12.98 લાખની ઉચાપત કરનાર બિલિંગ ઓપરેટર ઝબ્બે
📅 Published: October 25, 2026 |
📂 Category: Valsad
