Valsad: વલસાડ રેલવે યાર્ડમાં ગંકદીનું સામ્રાજ્ય, જનઆરોગ્યને ખતરો છતાં તંત્ર નિષ્ક્રિય

📅 Published: September 27, 2026 | 📂 Category: Valsad

વલસાડના ઇસ્ટ રેલવે યરાદના રેલવે વિભાગના તાબા હેઠળના ફૂટ ઓવરબ્રિજ પરથી દરરોજ સેંકડો મુસાફરો સહિતના વાહનચાલકો સતત અવર જવર કરે છે. ફુટ ઓવરબ્રિજ ઉતરતાની સાથે જ ઇસ્ટ રેલવે યાર્ડ તરફ્ જતા મુખ્ય રસ્તા પર ઠેર ઠેર કચરાના ઢગને પગલે પારાવાર ગંદકી ફેલાઈ છે. જેના પગલે આ વિસ્તારના જાહેર આરોગય સામે પણ ગંભીર પ્રકારનો ખતરો ઉભો થયો છે.

છેલ્લા પખવાડિયાથી આ વિસ્તારમાં સફાઈ નહિ કરાતા તાજેતરમાં શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાન સામે પણ અનેક સવાલો ઉઠયા છે. ફુટ ઓવરબ્રિજ પાસે ગંદકી દૂર કરવા માટે રેલવે પ્રશાસન અને વલસાડ પાલિકા વચ્ચે ગજગ્રાહને કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. લોકોના જાહેર આરોગય સામે ગંભીર પ્રકારનો ખતરો ઉત્પન્ન થયો હોવા છતાં રેલવેના સબંધિત વિભાગ અને વલસાડ પાલિકાના સબંધિત આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. જે બાબતે વલસાડ પેસેન્જર એસોશિયેશન સાથે સંકળાયેલા જાગૃત નાગરિક નિલભાઈ પટેલે આ બાબતે પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અને વલસાડ પાલિકાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરી ફરિયાદ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *