Valsad: શ્રાવણ માસના પ્રથમ સોમવારે ઉત્તર ભારતીય સમાજ દ્વારા કાવડયાત્રા

📅 Published: August 17, 2026 | 📂 Category: Valsad

વલસાડના ઉત્તર ભારતીય સાહુ તેલી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાવડયાત્રા કાઢવામાં આવી હતી. ભાગડાવડા ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતેથી શરૂ થયેલી કાવડયાત્રા કોસંબા રોડ, આઝાદ ચોક, બેચર રોડ થઇ કલ્યાણ બાગ સર્કલ, ડી.એસ.પી. કચેરીથી આર.પી.એફ. થી અબ્રામાના શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર પૂર્ણ થઇ હતી. કાવડયાત્રાનું ઉત્ત્તર ભારતીય સમાજના આગેવાન આસુતોષ મિશ્રા ગામના સરપંચ નીતિનભાઈ પટેલે ગુંદલાવ સ્થિત શ્રી ચંદ્રમૌલેશ્વર મંદિરેથી પ્રારંભ કરાવ્યો હતો. વલસાડ પ્રાણી ફાઉન્ડેશન અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુંદલાવ સહિતના આજુબાજુના વિસ્તારોમાં વસવાટ કરતા ઉત્તર ભારતીયો દ્વારા ઘડોઇ સ્થિત ઘાટકેશ્વર મહાદેવ મંદિરથી કાઢવામાં આવેલી કાવડયાત્રા ગુંદલાવથી નીકળી હતી. કાવડયાત્રા અબ્રામા રોડ થઇ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ હતી. યાત્રાનો ગુંદલાવ ખાતેથી વલસાડ પાલિકાના ઉપપ્રમુખ અશુતોષભાઈ, મિશ્રા ઉત્તર ભારતીય સમાજના અગ્રણી સુરેશભાઈ ત્રિપાઠી અને ગુંદલાવના સરપંચ નીતિનભાઈ પટેલે પ્રારંભ કરાવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયેલા યુવાનો અને બાળકોના બમ બમ ભોલેના ગનનભેદી નારાઓથી વાતાવરણ ગંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *