Valsad: સરીગામમાં સેવાભાવીઓ અને સિદ્ધવંતોનું સન્માન

📅 Published: August 16, 2026 | 📂 Category: Valsad

સરીગામ : સરીગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ સહદેવ વઘાતના હસ્તે તેમજ બાલાજી મંદિર ખાતે તેજસ્વી વિદ્યાર્થીની હીર મનહર લાડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનોમાં સરપંચ સહદેવ વઘાત, ઉપસરપંચ સંજય બાડગા, જિલ્લા પંચાયત સદસ્ય નૂતનબેન ભંડારી અને તાલુકા પંચાયત ઉમરગામના વિપક્ષના નેતા રાકેશ રાય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ તથા તેજસ્વી યુવાનોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સામાજિક ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરનાર મંડળોને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સરીગામ ગ્રામ પંચાયત તથા યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી વિકાસલક્ષી અને સામાજિક કામગીરીની પ્રશંસા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *