Valsad News: લક્ષદીપ નજીક 3 હજાર કરોડનું ડ્ર્ગ્સ ઝડપાયું તે ઈરાની બોટને વલસાડના નારગોલ બંદરે લંગારવામાં આવી

📅 Published: October 2, 2026 | 📂 Category: Valsad

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા લક્ષદીપ નજીક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઈરાની બોટમાંથી અંદાજે 3 હજાર કરોડની કિંમતનું 526 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. જેમાં 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ કરોડો રૂપિયાના ડ્રગ્સ ભરેલી વિદેશી બોટને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બંદરે લંગારવામાં આવી છે. જ્યાં માછીમારોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું છે અને મરીન પોલીસ તેમજ એસઓજી દ્વારા બોટની ઝીણવટભરી તપાસ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

એનઆઈએ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાશે

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા પાંચ આરોપીઓનો સઘન પોલીસ સાયન્સ સાથે ગુજરાત એટીએસ દ્વારા આજે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટે તમામ પાકિસ્તાની આરોપીઓને 13 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર સોંપવા આદેશ કર્યો છે. એટીએસની તપાસમાં એવો ખુલાસો થયો છે કે, ઈરાનથી બોટ લોડ કરી તમિલનાડુની બોટને કન્સાઈનમેન્ટ સોંપવાનું કાવતરું હતું.પકડાયેલા પાકિસ્તાનીઓ પાસેથી ડ્રગ્સ માફિયાઓની લિંક અને હવાલા કાંડ અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. બીજી તરફ એનઆઈએ સહિતની એજન્સીઓ પણ તપાસમાં જોડાશે. ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપી મોહમ્મદ યાકુબ બલુચી, શક્તિઉલ્લાહ, ફરીદુલ્લાહ, અહમદ ખાન અને વાહીદુલ્લાહ ખાનને એટીએસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે મેટ્રો કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા.

હવાલા કાંડના નેટવર્કને વીંધી નાખવા કવાયત

જ્યાં સરકારી વકીલ પી. આર. જોષીએ રિમાન્ડ અરજી અંગે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ બોટ ઈરાનથી લોડ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે, જેથી તે દિશામાં પણ વધુ પૂછપરછ કરાશે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક તમિલનાડુની ‘થેલાપતિ’ નામની બોટને ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સોંપવાનું હતું કે કેમ તે અંગે પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આરોપીઓને કોના ઈશારે આ ડ્રગ્સનો પુરવઠો સપ્લાય કરવાનો હતો તેમજ આ અગાઉ પણ તેઓએ આવા કોઈ ગેરકાયદે કન્સાઈનમેન્ટ મોકલ્યા હતા કે કેમ તે અંગે પણ સઘન પૂછપરછ હાથ ધરાશે. આ ગેરકાયદે ગોરખધંધામાંથી આરોપીઓને અત્યાર સુધીમાં કેટલો નાણાકીય લાભ મળ્યો છે તે દિશામાં પણ એટીએસ તપાસનો દોર આગળ ધપાવશે. બીજી તરફ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને એટીએસ આ પ્રકરણમાં સામેલ અન્ય બે શંકાસ્પદ કાવતરાખોરોની ભૂમિકા, આરોપીઓના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે થયેલા હવાલા કાંડના નેટવર્કને વીંધી નાખવા કવાયત હાથ ધરશે.

આ પણ વાંચોઃ Ahmedabad News : જનતાનગર ક્રોસિંગ બંધ થશે તો વાહનો ક્યાં જશે? ગોતા રેલવે બ્રિજનું કામ સ્ટેન્ડિંગ કમિટીએ પરત મોકલ્યું


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *