Valsad News: 2001માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ બાદ આદિવાસી સમાજનો સાચો વિકાસ થયો: DyCM હર્ષ સંઘવી

📅 Published: November 15, 2026 | 📂 Category: Valsad

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિને સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.જે આજે દેશના પ્રત્યેક સમાજ માટે ગૌરવનું પ્રતીક બન્યો છે.

જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા

નાયબ મુખ્યમંત્રીએ આઝાદીની લડાઈમાં આદિવાસી સમાજના યોગદાનને બિરદાવતા કહ્યું કે,આ સમાજે માત્ર ધરતીનું જતન જ નથી કર્યું,પરંતુ દેશની આઝાદી માટે પોતાના લોહીનું સિંચન પણ કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ ગુજરાતના 1 લાખથી વધુ આદિવાસી પરિવારોને કુલ 74000 હેક્ટરથી વધુ જમીનના માલિકી હકો સોંપવામાં આવ્યા છે.આજના પવિત્ર દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા એક જ દિવસમાં 18000થી વધુ લાભાર્થીઓને વન અધિકારના પ્રમાણપત્ર અને રેકોર્ડ ઓફ રાઈટ્સ આપીને તેમના ઘરોમાં દિવાળીનો દીપક પ્રગટાવવાનું કામ કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે આદિવાસી સમાજના સપનાઓ પર રોડા નાખવાનું કામ કર્યું

નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં પૂર્વવર્તી કોંગ્રેસ સરકારો પર આકરા રાજકીય પ્રહારો કરતા જણાવ્યું હતું કે,આઝાદી બાદ 55 વર્ષ સુધી શાસન કરનાર કોંગ્રેસે આદિવાસી સમાજના સપનાઓ પર રોડા નાખવાનું કામ કર્યું હતું.ધરમપુર જેવા વિસ્તારોમાં વર્ષ 2001 સુધી 25થી વધુ ગામોમાં વીજળી અને 50થી વધુ ગામોમાં પાણી-રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાણીજોઈને પહોંચાડવામાં આવી ન હતી.અગાઉની સરકારોએ આદિવાસી સમાજનો માત્ર ‘વોટબેંક’ તરીકે ઉપયોગ કર્યો, વન અધિકાર પત્રો ન આપ્યા અને ભગવાન બિરસા મુંડાજીની પણ ક્યારેય યાદ ન કરી.ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિની ઉજવણી અને આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની શરૂઆત માત્ર ભાજપની મોદી સરકારે જ કરી છે. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આદિવાસી વિસ્તારોમાં શરૂ થયેલી વિકાસયાત્રાના આંકડા રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારોમાં માત્ર 7 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલો હતી જે આજે વધીને 57 થઈ છે.

1 કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરાયું 

આ ઉપરાંત 43 નવી ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલો, 12થી વધુ મોડેલ ડે સ્કૂલો, 78 નવી આદર્શ નિવાસી શાળાઓ,665 આશ્રમ શાળાઓ અને 22500 સ્માર્ટ ક્લાસરૂમ નિર્માણ પામ્યા છે.આઈ.ટી.આઈ.ની સંખ્યા 31થી વધીને 78 થઈ છે અને બેઠકો 5000થી વધીને 26000 કરાઈ છે. પહેલાં આદિવાસી વિસ્તારોમાં માત્ર 2 મેડિકલ કોલેજો હતી તેની સામે આજે 12મેડિકલ કોલેજો કાર્યરત છે અને MBBSની બેઠકો 220થી વધીને 2050 થઈ છે.1 કરોડથી વધુ નાગરિકોનું સિકલસેલ એનિમિયા સ્ક્રીનિંગ કરાયું છે જ્યારે છેલ્લા બે વર્ષમાં આયુષ્માન ભારત કાર્ડ હેઠળ આદિવાસી પરિવારોને ₹176 કરોડની આરોગ્ય સહાય પૂરી પાડવામાં આવી છે.આ ઉપરાંત વિસ્તારમાં 336 જેટલી 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. સરકારની આ સુવિધાઓના પરિણામે આજે આદિવાસી સમાજના દીકરા-દીકરીઓ પાઈલટ, કલેક્ટર, એસ.પી., ડોક્ટર અને એન્જિનિયર બનીને વિદેશની મોટી કંપનીઓ સુધી પોતાનું નામ રોશન કરી રહ્યા છે. 

આ પણ વાંચોઃ Bharuch: આમોદમાં કાર્યક્રમ દરમિયાન તલાટીની તબિયત લથડતા તેઓ ઢળી પડ્યા; એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *