Vapi:પારડી APMCની ચૂંટણીમાં 99 ટકા મતદાન, આજે મતગણતરી

📅 Published: September 9, 2026 | 📂 Category: gujarati-news

પારડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં બુધવારે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર અધિકારીની રાહબરી હેઠળ ગોઠવાયેલી વ્યવસ્થામાં વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. પારડી તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી ખેડૂત મતદારો મતદાન કરવા પહોંચ્યા હતા. ચૂંટણીમાં કુલ આશરે 110 ખેડૂત મતદારો પૈકી 109 ખેડૂતોએ મતદાન કર્યું, જેના પગલે લગભગ 99 ટકાનું મતદાન નોંધાયું હતું. મતદાન પૂર્ણ થતાં તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. એપીએમસીના હાલના ચેરમેન આશિષભાઈ રણછોડભાઈ પટેલની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

બાકીની બેઠકો માટે આશિષભાઈની પેનલના ઉમેદવારો સામે પારડીના જાણીતા વકીલ અમિતભાઈ પટેલ એકમાત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે. આમ કુલ 11 ઉમેદવારો ચૂંટણીમાં મેદાનમાં રહ્યા હતા. હવે તા. 10 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી મતગણતરી થશે. દરમિયાન આશિષભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની પેનલના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે .

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *