Vav-Tharad : કોમેડી કિંગ ‘ગુજ્જુ લવ ગુરુ’નું અકસ્માતમાં મોત, ભાભર-સુઈગામ હાઈવે પર બે બાઈક અથડાતાં કરૂણાંતિકા

📅 Published: September 17, 2026 | 📂 Category: gujarati-news

વાવ-થરાદ વિસ્તારના જાણીતા કોમેડી કલાકાર અને સુઈગામના ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે લોકપ્રિય ચંદનભાઈ ધેગાંભાઈ રાઠોડનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બે બાઈક સામસામે અથડાતાં અકસ્માત

મળતી માહિતી મુજબ, ભાભર-સુઈગામ હાઈવે પર હરિધામ ગૌશાળા નજીક 2 બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ચંદનભાઈ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સારવાર દરમિયાન મોત

અકસ્મત બાદ ઘાયલ ચંદનભાઈને તાત્કાલિક ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.

વિસ્તારનું લોકપ્રિય નામ 

‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદનભાઈ રાઠોડ વાવ-થરાદ વિસ્તાર અને સુઈગામમાં કોમેડી માટે લોકપ્રિય હતા. તેમના અચાનક અવસાનના સમાચારથી મિત્રો, પરિવારજનો અને ચાહકોમાં દુઃખની લાગણી પ્રસરી છે. 

આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : EPFમાં મોટો ફેરફાર, તમારી ટેક-હોમ સેલરીનું શું થશે? સમજો, નવું ગણિત


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *