Vav-Tharad: થરાદમાં બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ, લોખંડની જાળી તોડી કાર દૂર સુધી ફંગોળાઈ

📅 Published: November 6, 2026 | 📂 Category: Crime

વાવ-થરાદ જિલ્લાના થરાદમાં મુખ્ય હાઈવે પર બેકાબૂ કારનો અકસ્માત સર્જાયો હતો. સિવિલ ત્રણ રસ્તા અને ગૌમાતા સર્કલ રોડ પર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કાર ડિવાઈડરની લોખંડની જાળી તોડીને દૂર સુધી ફંગોળાઈ હતી.

ડિવાઈડરની જાળી તોડી કાર ફંગોળાઈ

મળતી વિગતો મુજબ, થરાદ બજારના મુખ્ય હાઈવે પર સિવિલ ત્રણ રસ્તા અને ગૌમાતા સર્કલ રોડ નજીક આ અકસ્માત સર્જાયો હતો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે ડિવાઈડરની લોખંડની જાળીને નુકસાન થયું હતું અને કાર દૂર સુધી ફંગોળાઈ હતી.

કારચાલકને સામાન્ય ઈજા

અકસમાતમાં કારચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવવાના કારણે અકસ્માત સર્જાયો હતો.

અકસમાતની ઘટના સીસીટીવીમાં કેદ

મુખ્ય હાઈવે પર સર્જાયેલા આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. અકસ્માતના દૃશ્યો સામે આવતાં માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી સામે આવી છે.  

આ પણ વાંચો :   Explainer: ગરીબીમાં બાળપણ, લગ્ન વગર 5 બાળકોના પિતા, રોનાલ્ડોની ફૂટબોલના રાજા બનવાની સફર!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *