Vinod Kambli Viral Video : પૂર્વ ક્રિકેટરને વૃદ્ધાશ્રમમાં જોઈ ભાવુક થયા ફેન્સ

📅 Published: September 26, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર વિનોદ કાંબલી ફરી એકવાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વૃદ્ધોની સંભાળ રાખતા એક કેર સેન્ટરમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ક્રિકેટ ચાહકો તેમની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.જોકે, વીડિયોમાં વિનોદ કાંબલી પોતે ત્યાંની સુવિધાઓ અને વાતાવરણની પ્રશંસા કરતા જોવા મળે છે. તેમણે ત્યાં મળતી સંભાળ અને લોકો તરફથી મળતા સન્માન વિશે પણ વાત કરી છે.

વિનોદ કાંબલીએ વૃદ્ધાશ્રમ વિશે શું કહ્યું?

વાયરલ વીડિયોમાં વિનોદ કાંબલી પોતાની સ્થિતિ વિશે વાત કરતા જોવા મળે છે. તેમણે જણાવ્યું કે તેઓ હાલમાં નિદાન ખાતે છે.કાંબલીએ ત્યાંની સુવિધાઓની પ્રશંસા કરતાં કહ્યું કે અહીંની વ્યવસ્થા ખૂબ સારી છે.તેમણે આગળ ત્યાંની સ્વચ્છતા અને અન્ય સુવિધાઓને પણ સારી ગણાવી હતી. કાંબલીના જણાવ્યા પ્રમાણે, તેમને અહીં રહેતા સમયે એવું લાગતું નથી કે તેઓ પોતાના ઘરથી દૂર છે. અહીંના લોકો તરફથી તેમને પ્રેમ અને સન્માન મળી રહ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.આ વીડિયોમાં કાંબલીનો અંદાજ સકારાત્મક જોવા મળે છે. જોકે, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક ચાહકોએ તેમની હાલત અંગે ચિંતા વ્યક્ત કરી છે.

અગાઉ પણ સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં રહ્યા

વિનોદ કાંબલી છેલ્લા કેટલાક સમયથી પોતાના સ્વાસ્થ્ય અને અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યા છે. અગાઉ પણ તેમના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં તેમની શારીરિક સ્થિતિ અંગે ચાહકોએ ચિંતા વ્યક્ત કરી હતી.કાંબલીના જીવનમાં સ્વાસ્થ્ય ઉપરાંત આર્થિક અને અંગત મુશ્કેલીઓ અંગે પણ સમયાંતરે અહેવાલો સામે આવ્યા છે. જોકે,તેમના વર્તમાન સ્વાસ્થ્ય અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ માત્ર આ વાયરલ વીડિયો પરથી કાઢી શકાય નહીં.વીડિયો સામે આવ્યા બાદ ચાહકો સોશિયલ મીડિયા પર તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે.

ભારત માટે 17 ટેસ્ટ રમ્યા

વિનોદ કાંબલી ભારતીય ક્રિકેટના પ્રતિભાશાળી બેટર્સમાં ગણાય છે.તેમણે ભારત માટે 17 ટેસ્ટ મેચ રમી હતી,જેમાં 54થી વધુની સરેરાશથી 1,084 રન બનાવ્યા હતા.તેમના નામે 4 ટેસ્ટ સદી પણ છે.કાંબલી ભારત માટે 1000 ટેસ્ટ રન સૌથી ઝડપી પૂરા કરનારા બેટર્સમાં સામેલ રહ્યા છે. તેમના ટેસ્ટ રેકોર્ડમાં પાકિસ્તાન સામેની સદી સહિત અનેક યાદગાર ઇનિંગ્સનો સમાવેશ થાય છે.વનડે ક્રિકેટમાં પણ કાંબલીએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.તેમણે 104 વનડે મેચમાં 2,477 રન બનાવ્યા હતા.આ દરમિયાન તેમણે 2 સદી અને 14 અડધી સદી ફટકારી હતી.ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ કાંબલી ભારતીય ક્રિકેટ ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે. હવે વૃદ્ધાશ્રમમાંથી સામે આવેલા આ વીડિયોએ ફરી તેમના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. ચાહકો હાલમાં તેમની તબિયત સારી રહે તેવી શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો –Jos Buttler ત્રીજી વનડેમાંથી કેમ થયો બહાર, સામે આ આવ્યું મોટું કારણ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *