તિરુવનંતપુરમમાં રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા 8 વિકેટે જીત મેળવી હતી. વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 296 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને ભારતીય ટીમે વિરાટ કોહલી અને શુભમન ગિલની શાનદાર સદીની મદદથી સરળતાથી હાંસલ કરી લીધો. આ જીત સાથે ભારતે 3 મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.
વિરાટ કોહલી ફરી ચમક્યો
આ મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની બેટિંગનો જલવો બતાવ્યો હતો. કોહલીએ માત્ર 88 બોલમાં 10 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી 139 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની આ મેચ વિનિંગ ઇનિંગ દરમિયાન તેણે એક ખાસ રેકોર્ડમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધા છે.
રન ચેઝમાં કોહલીનો મોટો રેકોર્ડ
વનડે ક્રિકેટમાં જ્યારે ટીમ લક્ષ્યાંકનો પીછો કરીને મેચ જીતે છે, ત્યારે તેમાં ખેલાડી કેટલી વખત ટીમનો ભાગ રહ્યો છે તે મામલે વિરાટ કોહલી હવે રિકી પોન્ટિંગથી આગળ નીકળી ગયો છે.ભારતે રન ચેઝ કરીને જીતેલી મેચોમાં વિરાટ કોહલી અત્યાર સુધી 112 વખત ટીમનો હિસ્સો રહ્યા છે. બીજી તરફ રિકી પોન્ટિંગની હાજરીમાં ઓસ્ટ્રેલિયાએ રન ચેઝ કરતા 111 મેચમાં જીત મેળવી હતી. આ સાથે કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયા છે.આ યાદીમાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિનની હાજરીમાં ભારતે રન ચેઝ કરતા 127 મેચ જીતી હતી. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની હાજરીમાં ભારતે 116 વખત લક્ષ્યાંકનો પીછો કરીને જીત મેળવી હતી.હવે વિરાટ કોહલીના નામે 112 જીત છે. એટલે કે તેઓ ધોનીના રેકોર્ડથી માત્ર 4 જીત દૂર છે, જ્યારે સચિન તેંડુલકરના રેકોર્ડથી 15 જીત પાછળ છે.

શુભમન ગિલની પણ શાનદાર સદી
વેસ્ટ ઈન્ડિઝ સામેની આ મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે પણ બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટે 295 રન બનાવ્યા હતા. 296 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને શરૂઆતમાં રોહિત શર્માના રૂપમાં ઝટકો લાગ્યો હતો. રોહિત 32 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ શુભમન ગિલ અને વિરાટ કોહલીએ ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી.ગિલે 96 બોલમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 110 રનની શાનદાર સદી ફટકારી હતી. ગિલના આઉટ થયા બાદ વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા પોતાની સદી પૂરી કરી હતી. કોહલીની 139 રનની શાનદાર ઇનિંગ્સના કારણે ભારતે 42મી ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
આ પણ વાંચો – Virat Kohliનો તરખાટ, વેસ્ટ ઈન્ડીઝ સામે ધમાકેદાર સદી ફટકારી
