Virat Kohli : ઓકલેન્ડ એરપોર્ટ પર વિરાટ કોહલીનો ખાસ અંદાજ,ભાવુક મહિલા ફેનનો આ વીડિયો થયો વાયરલ

📅 Published: October 30, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે શ્રેણીનો પ્રારંભ 4 નવેમ્બરથી થવાનો છે. શ્રેણી શરૂ થવામાં હવે માત્ર 5 દિવસ બાકી છે ત્યારે ભારતીય ખેલાડીઓ ધીમે ધીમે ન્યૂઝીલેન્ડ પહોંચી રહ્યા છે. શુભમન ગિલ અને રોહિત શર્મા અગાઉ જ ન્યૂઝીલેન્ડ પહોંચી ગયા હતા. હવે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ઓકલેન્ડ પહોંચી ગયા છે.વિરાટ કોહલીના ઓકલેન્ડ એરપોર્ટ પરથી બહાર નીકળતા કેટલાક વીડિયો અને તસવીરો સામે આવ્યાં છે. જોકે, ન્યૂઝીલેન્ડ પહોંચતાની સાથે જ વિરાટે એક મહિલા ચાહકનું દિલ જીતી લીધું હતું. આ ચાહક સાથેની ખાસ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વિરાટે મહિલા ચાહકને આપ્યો ઓટોગ્રાફ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એરપોર્ટ પર એક મહિલા ચાહકે વિરાટ કોહલીને રોક્યા હતા. મહિલાએ વિરાટને જણાવ્યું કે તે છેલ્લા 2 દિવસથી એરપોર્ટ પર તેમની એક ઝલક મેળવવા અને ઓટોગ્રાફ લેવા માટે રાહ જોઈ રહી હતી.ચાહકની વાત સાંભળ્યા બાદ વિરાટ કોહલીએ તેના પોસ્ટર પર ઓટોગ્રાફ આપ્યો હતો. વિરાટનો ઓટોગ્રાફ મળતાં જ મહિલા ચાહક ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં હતાં. આ ખાસ ક્ષણનો વીડિયો રેવસ્પોર્ટ્ઝ દ્વારા પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. વિરાટના આ સાદગીભર્યા વર્તનને ચાહકો પસંદ કરી રહ્યા છે.

શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે વિરાટ કોહલી

વિરાટ કોહલી હાલ શાનદાર ફોર્મમાં છે. તેમની છેલ્લી 5 ઇનિંગ્સમાં 307 રન નોંધાયા છે, જેમાં 1 સદી અને 2 અડધી સદીનો સમાવેશ થાય છે. વેસ્ટ ઇન્ડીઝ સામે 27 સપ્ટેમ્બરે રમાયેલી પ્રથમ વનડેમાં વિરાટે અણનમ 139 રનની યાદગાર ઇનિંગ રમી હતી.હવે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં પણ વિરાટ આ જ લય જાળવી રાખવા ઇચ્છશે. ભારતીય ચાહકોને તેમની પાસેથી વધુ એક શાનદાર પ્રદર્શનની આશા છે.

ભારત-ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીનું સંપૂર્ણ સમયપત્રક

  • પ્રથમ ODI: 4 નવેમ્બર, 2026 – ભારત vs ન્યુઝીલેન્ડ (ઇડન પાર્ક, ઓકલેન્ડ)
  • બીજો ODI: 7 નવેમ્બર, 2026 – ભારત vs ન્યુઝીલેન્ડ (સ્કાય સ્ટેડિયમ, વેલિંગ્ટન)
  • ત્રીજો ODI: 10 નવેમ્બર, 2026 – ભારત vs ન્યુઝીલેન્ડ (સેડન પાર્ક, હેમિલ્ટન)
  • ચોથો ODI: 13 નવેમ્બર, 2026 – ભારત vs ન્યુઝીલેન્ડ (બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઈ)
  • પાંચમો ODI: 15 નવેમ્બર, 2026 – ભારત vs ન્યુઝીલેન્ડ (બે ઓવલ, માઉન્ટ મૌંગાનુઈ)

આ પણ વાંચો – Shreyas Iyerએ કોના પર ફોડ્યું હારનું ઠીકરું? આ કારણે ગુમાવી ચોથી મેચ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *