Virat Kohli Fitness Secrets: ચિત્તા જેવી ચપળ દોડ, ક્રિકેટમાં ધુરંધર, જાણો વિરાટ કેવી રીતે ફિટ એન્ડ ફાઈન

📅 Published: November 5, 2026 | 📂 Category: cricket

ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન આજે પોતાનો 38મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ ધ્વસ્ત કર્યા અને ખાસ સિદ્ધિઓ પણ હાંસિલ કરી છે. ક્રિકેટ જગતમાં ભારતને અનેક મેચ જીતાવનાર ધુરંધર બેટસમેન વિરાટ કોહલી 38 વર્ષની ઉંમરે પણ ફિટ ટુ ફાઈન છે. એવું કહેવાય છે કે વિરાટ જયારે મેદાનમાં દોડે ત્યારે તેની દોડ ચિત્તા જેવી હોય છે. 38 વર્ષની ઉંમરે કેવી રીતે ફિટ છે વિરાટ કોહલી. એક પ્રવાસ અને વિરાટના જીવનમાં આવ્યું પરિવર્તન. આ આદતો અપનાવી વિરાટ કોહલી પોતાની ફિટનેસ મેઇનટેન કરે છે.

2012માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન

વિરાટ કોહલીના ફિટનેસ પરિવર્તનની શરૂઆત વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ બાદ થઈ હતી, જ્યારે તેમને પોતાની શારીરિક સ્થિતિ વિશે આત્મ-અનુભૂતિ થઈ હતી. અરીસામાં પોતાને જોઈને આવેલી શરમની ક્ષણ તેમના માટે વળાંક સાબિત થઈ અને તેમણે પોતાની જીવનશૈલી બદલવાનો સભાન નિર્ણય કર્યો. પ્રારંભિક તબક્કામાં ૮ થી ૧૦ મહિનામાં અંદાજે ૬-૭ કિલો વજન ઘટાડીને તેમણે પોતાની હિલચાલ, ઉર્જા સ્તર અને મેદાન પરના ધ્યાનમાં મોટો સુધારો જોયો.

વિરાટ કોહલીની સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને કન્ડીશનીંગનું મહત્વ

ભૂતપૂર્વ ટ્રેનર શંકર બાસુના માર્ગદર્શન હેઠળ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કોહલીની ફિટનેસ યાત્રાનો અભિન્ન હિસ્સો બની ગઈ. શરૂઆતમાં પીઠની સમસ્યાને કારણે વજન તાલીમ વિશે ખચકાટ અનુભવતા કોહલીએ બાદમાં સંરચિત કાર્યક્રમો અપનાવ્યા. આ સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ વર્કઆઉટ્સના કારણે તેમને બેટિંગ, દોડ, ફિલ્ડિંગ અને લાંબી મેચોમાં પોતાની એથ્લેટિક ક્ષમતા તથા ચપળતા જાળવી રાખવામાં મોટી મદદ મળી.

શિસ્તબદ્ધ આહાર અને પોષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા

ફિટનેસ જાળવવામાં ખોરાકની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ છે, જેને કોહલીએ કડક શિસ્ત સાથે અપનાવ્યો છે. તેઓ મુખ્યત્વે શાકાહારી આહારનું પાલન કરે છે, જેમાં તેમનો ૯૦% ખોરાક બાફેલો કે ઉકાળેલો હોય છે. દાળ, રાજમા, લોબિયા, શાકભાજી અને વનસ્પતિ આધારિત પ્રોટીનનો સમાવેશ કરતા તેમના આહારમાં સુસંગતતા અને સાદગી પર વિશેષ ભાર આપવામાં આવે છે.

ઊંઘ, પુનઃપ્રાપ્તિ અને હાઇડ્રેશન (રિકવરી)

માત્ર કસરત જ નહીં, પરંતુ પૂરતી ઊંઘ, આરામ અને રિકવરી એ કોઈપણ ખેલાડીના ફિટનેસ રૂટિનના આવશ્યક અંગ છે. મુસાફરી અને વ્યસ્ત સમયપત્રક વચ્ચે શરીરને સ્વસ્થ રાખવા માટે કોહલી સારી ઊંઘ અને સતત તાલીમને પ્રાથમિકતા આપે છે. આ ઉપરાંત, મેદાન પર લાંબા સમય સુધી ટકી રહેવા માટે હાઇડ્રેશન અને નિયમિત પ્રવાહીનું સેવન પણ તેમની દિનચર્યાનો મહત્વપૂર્ણ ભાગ છે.

આ પણ વાંચો : Diwali 2026: દિવાળીએ ચમકદાર લુક મેળવો, બ્યુટી ટ્રીટમેન્ટ, મેકઅપ અને આકર્ષક લુકની A થી Z ટિપ્સ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *