Virat Kohli on Premanand Maharaj: ક્રિકેટ ગુરુ બન્યા ભક્ત, જાણો કયારે-કયારે વિરાટ-અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજના કર્યા દર્શન

📅 Published: October 7, 2026 | 📂 Category: cricket

સંત પ્રેમાનંદ મહારાજના શિષ્ય રસિક દુલારી શરણ ઉર્ફે દીપક લોધીનું રહસ્યમય મૃત્યુ થતા શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમ ચર્ચામાં છે. હાલમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ ઉપરાંત ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી પણ સમાચારમાં આવ્યા છે. શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમના ફલાહારી મહારાજે દાવો કર્યો કે અન્ય એક જૂથ દ્વારા પ્રેમાનંદ બાબાને પ્રમોટ કરવા વિરાટ કોહલીને 5 કરોડ રૂપિયામાં અહીં લાવવામાં આવ્યા હતા. 5 કરોડના દાવા પર હવે વિરાટ કોહલીની ટીમ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે.

પ્રેમાનંદ મહારાજ આશ્રમ મુલાકાત વિરાટ અનુષ્કા

વિરાટ-અનુષ્કા, સંત પ્રેમાનંદમાં અતૂટ આસ્થા

વિરાટ કોહલીની ટીમે સત્તાવાર નિવેદન દ્વારા દાવો કર્યો કે ફલાહારી મહારાજ તરફથી લગાવવામાં આવેલા આરોપો ખોટા છે. ક્રિકેટ ગુરુ વિરાટ કોહલી સંત પ્રેમાનંદ મહારાજમાં અતૂટ આસ્થા ધરાવે છે. વિદેશમાં રહ્યા બાદ પણ વિરાટ-અનુષ્કા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા ભારત આવતા હોય છે. આ ચર્ચા વચ્ચે જાણો અત્યાર સુધી વિરાટ અને અનુષ્કાએ કયારે કયારે શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમની મુલાકાત લઈ પ્રેમાનંદ મહારાજના દર્શન કર્યા.

પ્રથમ મુલાકાત: 4 જાન્યુઆરી, 2023

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સૌપ્રથમ જાન્યુઆરી 2023માં પ્રેમાનંદ મહારાજના દર્શને ગયા હતા. આ મુલાકાત દરમિયાન તેમની સાથે તેમની પુત્રી વામિકા પણ હતી. બંનેએ હાથ જોડીને અને માથું નમાવીને મહારાજજી પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

બીજી મુલાકાત (10 જાન્યુઆરી, 2025): વિરાટ-અનુષ્કા પોતાના બંને બાળકો (વામિકા અને અકય) સાથે સવારે આશ્રમ પહોંચ્યા હતા. વિરાટે જ્યારે નિષ્ફળતા દૂર કરવાનો ઉપાય પૂછ્યો, ત્યારે મહારાજજીએ કહ્યું હતું કે, “અભ્યાસ કરતા રહો, વિજય નિશ્ચિત છે. જેમ નામ જપવું મારા માટે સાધના છે, તેમ ક્રિકેટ રમવું તમારા માટે આધ્યાત્મિક સાધના છે.”

વિરાટ વિથ ચિલડ્રન

ત્રીજી મુલાકાત (13 મે, 2025): ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ વિરાટ કોહલીએ વૃંદાવન આશ્રમની મુલાકાત લીધી. ત્યાં લગભગ 2 કલાક અને 20 મિનિટ રોકાયા હતા. અનુષ્કાના પ્રશ્નના જવાબમાં મહારાજજીએ આશીર્વાદ આપતા કહ્યું હતું કે માત્ર ભગવાનનું નામ જપવાથી જ જીવનમાં બધું જ પ્રાપ્ત થઈ જશે. તેમણે મહારાજને પ્રણામ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. 

ચોથી મુલાકાત (16 ડિસેમ્બર, 2025): આ મુલાકાત દરમિયાન બંનેના ગળામાં તુલસીની માળા જોવા મળી હતી અને તેમણે સંત પ્રેમાનંદજી પાસેથી દીક્ષા લીધી હતી. મહારાજજીએ તેમને પોતાના કાર્યને જ ભગવાનની સેવા ગણાવીને પ્રામાણિક અને નમ્ર રહેવાનો ઉપદેશ આપ્યો હતો.

પાંચમી મુલાકાત (17 ફેબ્રુઆરી, 2026): વિરાટ અને અનુષ્કાએ વૃંદાવન મુલાકાતમાં એક કલાક સુધી ભક્તિભાવ સાથે સંતનો ઉપદેશ સાંભળતા નજરે પડ્યા હતા. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જેમાં તેઓ બંને ખૂબ જ સરળ રીતે જમીન પર બેઠા, ઉપદેશ સાંભળતા અને ભક્તિમાં ડૂબેલા દેખાતા.

વિરાટ પ્રેમાનંદ મહારાજ આશ્રમ

છઠ્ઠી મુલાકાત (20 એપ્રિલ, 2026): 20 એપ્રિલના રોજ, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છઠ્ઠી વખત પૂજ્ય પ્રેમાનંદ જી મહારાજને મળ્યાસવારના શાંત વાતાવરણમાં બંનેએ મહારાજજી સમક્ષ બેસીને જીવન, કાર્ય અને ભક્તિ વિષયક ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન મેળવ્યું હતું.

<a href="

=” target=”_blank”>

?

સાતમી મુલાકાત (22 જુલાઈ, 2026): ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી ODI શ્રેણી જેમાં વિરાટ કોહલીએ 3 ઇનિંગ્સમાં બેટિંગ કરતા 48 ની સરેરાશથી 144 રન બનાવ્યા હતા. આ પ્રવાસ બાદ વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે વૃંદાવનમાં પ્રેમાનંદ જી મહારાજના શ્રી હિત રાધા કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી.

કોણ છે સંત પ્રેમાનંદ

સંત પ્રેમાનંદ મહારાજ  ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં રહેતા એક લોકપ્રિય આધ્યાત્મિક સંત છે. પ્રેમાનંદ મહારાજનું મૂળ નામ અનિરુદ્ધ કુમાર પાંડે છે. જેઓ તેમના પ્રવચનો અને ભક્તિભાવના કારણે જાણીતા છે. તાજેતરમાં તેમના એક શિષ્યનું રહસ્ય મોત થતા સંત પ્રેમાનંદ ચર્ચાનો વિષય બન્યા છે.

વિરાટ કોહલી

આ નામને આજે કોઈ ઓળખની જરૂર નથી. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ક્રિકેટર છે વિરાટ કોહલી. ટીમનો કેપ્ટન રહી ચૂકેલ વિરાટ કોહલીની ગણના વિશ્વનો શ્રેષ્ઠ જમણેરી ક્રિકેટ બેટ્સમેનમાં થાય છે. ભારતીય ટીમ તરફથી રમતા વિરાટ કોહલીએ તેની કારર્કિદીમાં અનેક રેકોર્ડ બનાવ્યા અને તોડયા છે. પ્રેમાનંદ મહારાજમાં તે ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને અનેક વખત વૃંદાવન આશ્રમની મુલાકાત લીધી છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *