Weather Update : મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદનું સંકટ, અમદાવાદ-ગાંધીનગર સહિત 24 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર!

📅 Published: September 18, 2026 | 📂 Category: Ahmedabad

રાજ્યભરમાં ચોમાસાની સિઝન બરાબરની જામી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી અગમચેતી વ્યક્ત કરવામાં આવી છે. વાતાવરણમાં એકસાથે લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાના કારણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળી શકે છે. હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ સહિત રાજ્યના લગભગ બે ડઝન (24) જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત દેશના અન્ય 6 રાજ્યો મળીને કુલ 7 રાજ્યોમાં પણ ભારે વરસાદની તાકીદ કરવામાં આવી છે.

8 કલાકમાં 222 તાલુકામાં ધમાકેદાર વરસાદ

આજરોજ વહેલી સવારથી જ રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી છે. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના કુલ 222 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ શહેર અને અરવલ્લીના મેઘરજમાં 2.87 ઈંચ ખાબક્યો છે. આ સિવાય સાબરકાંઠાના તલોદમાં 2.52 ઈંચ, નર્મદાના ડેડિયાપાડા અને અરવલ્લીના મોડાસામાં 2.36 ઈંચ, મહીસાગરના કડાણામાં 2.24 ઈંચ અને સંતરામપુરમાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.

Rain Update

15 મીમી/કલાકની ઝડપે વરસશે વરસાદ

હવામાન ક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રાજ્યમાં કલાકના 5 થી 15 મીમીની ઝડપે ગાજવીજ સાથે મુસળધાર વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 5:30 વાગ્યા સુધી વરસાદી ચેતવણી જારી કરવામાં આવી છે. સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને કડક રીતે એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Rajkot News : 60 કિલો અખાદ્ય જથ્થો અને રૂ.7,500 નો દંડ, જાણો રાજકોટમાં કયા 10 ધંધાર્થીઓને ફટકારાઈ નોટિસ?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *