પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય પરેશરામ દાસની સોમવાર, 9 નવેમ્બર 2026ના રોજ ધરપકડ કરવામાં આવી છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પર યૌન શોષણનો આરોપ છે.
કોલકાતા એરપોર્ટ પર કાર્યવાહી
પોલીસના જણાવ્યા અનુસાર, તેઓ મુંબઈ જવાની ફ્લાઇટ પકડવા માટે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા, ત્યારે બારુઇપુર જિલ્લા પોલીસની વિશેષ કામગીરી ટીમે તેમને ઝડપી પાડ્યા હતા.
મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરતા ઝડપાયા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરેશરામ દાસ લાંબા સમયથી ફરાર હતા. સોમવારે બપોરે તેઓ કોલકાતા એરપોર્ટ પરથી મુંબઈ જવાની તૈયારીમાં હતા. આ દરમિયાન બારુઇપુર પોલીસની વિશેષ કામગીરી ટીમે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી.
મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે
ધરપકડ બાદ ધારાસભ્યને દક્ષિણ 24 પરગણા જિલ્લાના બારુઇપુર લઈ જવામાં આવશે. પોલીસના જણાવ્યા મુજબ, તેમને મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ધારાસભ્ય પર યૌન શોષણનો ગંભીર આરોપ
કેનિંગ પશ્ચિમના ધારાસભ્ય પરેશરામ દાસ સામે યૌન શોષણનો આરોપ છે. આ મામલે પોલીસ તપાસ કરી રહી હતી અને તેઓ લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હોવાનું જણાવાયું છે.
અગાઉ પણ વિવાદોમાં નામ આવ્યું હતું
પરેશરામ દાસ સામે અગાઉ મટલા નદીના કિનારે ગેરકાયદે કબજો કરવાનો આરોપ પણ લાગ્યો હતો. આ ઉપરાંત, 2023ની પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા ભડકાવવાનું કાવતરું ઘડવાનો આરોપ પણ તેમના પર મૂકવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ શરુ
હાલમાં યૌન શોષણના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે તેમની પૂછપરછ કરીને કેસ સાથે જોડાયેલા અન્ય પાસાંઓની તપાસ કરશે.
દાસ આશરે 17 દિવસથી ફરાર હતા
કેનિંગ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દાસ આશરે 17 દિવસથી ફરાર હોવાનું કહેવાય છે. દક્ષિણ 24 પરગણા જિલ્લાના બરુઈપુર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મુંબઈ જતી ફ્લાઇટ પકડવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે તેમની ધરપકડ કરી હતી.
દુષ્કર્મ સહિત અનેક ગંભીર કેસોમાં કેસ દાખલ
પોલીસના જણાવ્યા અનુસાર, ધારાસભ્ય સામે દુષ્કર્મ, હુમલો, છેતરપિંડી, ગુનાહિત કાવતરું, ખંડણી અને ધાકધમકી સહિતના અનેક ગંભીર કેસોમાં ફરિયાદો દાખલ કરવામાં આવી છે. 5 સપ્ટેમ્બરના રોજ કેનિંગ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376, 323, 420, 120B અને 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસોમાં ચૂંટણી પછીની હિંસા સંબંધિત આરોપો પણ શામેલ છે.
CID સમન્સ પર એક વાર હાજર થયા હતા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલી CID એ ધારાસભ્યને પૂછપરછ માટે બે વાર સમન્સ પાઠવ્યા હતા. તે એક વાર તપાસકર્તાઓ સમક્ષ હાજર થયા હતા, પરંતુ પૂછપરછ દરમિયાન તેના જવાબો અસંતોષકારક માનવામાં આવ્યા હતા. ત્યારબાદ તે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં અચાનક ગાયબ થઈ ગયા પોલીસે તેમની શોધખોળ કરી અને કેનિંગ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા, જ્યાં ચાર તૃણમૂલ નેતાઓની ધરપકડ કરવામાં આવી. જોકે, તે સમયે પરેશરામ દાસ ગુમ રહ્યા.તપાસકર્તાઓને શંકા છે કે ધારાસભ્યએ પૂછપરછ ટાળવા માટે મુંબઈ જવાની યોજના બનાવી હતી. જોકે, પોલીસે તેમને ફ્લાઇટમાં ચઢે તે પહેલાં જ કોલકાતા એરપોર્ટ પર પકડી લીધા.
આ પણ વાંચો : Accident : ગળામાં ફસાયો ફુગ્ગો, 13 વર્ષની બાળકીનું મોત; દિવાળીની ખુશીઓ પળવારમાં માતમમાં ફેરવાઈ
