Women's Asia Cupમાં 18 વર્ષ જૂનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, ચમારી અટાપટ્ટુએ મેળવી મોટી સિદ્ધિ

📅 Published: September 3, 2026 | 📂 Category: cricket

દુબઈમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં બુધવારે (૨ ઓગસ્ટ) શ્રીલંકાની કેપ્ટન ચમારી અટાપટ્ટુએ ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચ્યો છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઈન્ડોનેશિયા સામેની ગ્રુપ-બી મેચમાં અટાપટ્ટુએ માત્ર ૫ રન આપીને ૭ વિકેટ ઝડપી હતી. આ સાથે જ તે પુરુષ અને મહિલા બંને એશિયા કપના ઇતિહાસમાં એક જ મેચમાં ૭ વિકેટ લેનાર પ્રથમ બોલર બની ગઈ છે.

હેટ્રિક સાથે ઈન્ડોનેશિયાને ૪૯ રને ઓલઆઉટ કર્યું

ચમારી અટાપટ્ટુએ ઘાતક બોલિંગ કરતા માત્ર ૩.૩ ઓવરમાં ઈન્ડોનેશિયન બેટિંગ લાઈનઅપને તહેસ-નહેસ કરી નાખ્યું હતું. તેણે ૧૯મી ઓવરના પ્રથમ ત્રણ બોલમાં સતત ત્રણ વિકેટ ઝડપીને શાનદાર હેટ્રિક પણ પૂર્ણ કરી હતી. તેના આ કિલર સ્પેલના કારણે ઈન્ડોનેશિયાની ટીમ ૧૮.૩ ઓવરમાં માત્ર ૪૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને શ્રીલંકાએ ૭૫ રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો.

એશિયા કપમાં ૧૮ વર્ષ જૂનો જાવેરિયા ખાનનો રેકોર્ડ તોડ્યો

આ પહેલાં એશિયા કપની કોઈ એક મેચમાં શ્રેષ્ઠ બોલિંગ કરવાનો રેકોર્ડ પાકિસ્તાનની જાવેરિયા ખાનના નામે હતો, જેણે ૨૦૦૮ના મહિલા એશિયા કપમાં બાંગ્લાદેશ સામે ૮ રન આપીને ૬ વિકેટ લીધી હતી. હવે અટાપટ્ટુએ ૫ રનમાં ૭ વિકેટ લઈને આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ઉપરાંત, T20I એશિયા કપમાં ૬ કે તેથી વધુ વિકેટ લેનાર પણ તે પ્રથમ બોલર બની છે. પુરુષોના T20I એશિયા કપમાં માત્ર ભુવનેશ્વર કુમાર જ ૫ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે.

અજંતા મેન્ડિસનો ૧૪ વર્ષ જૂનો શ્રીલંકન રેકોર્ડ ધરાશાયી

અટાપટ્ટુનું આ પ્રદર્શન માત્ર એશિયા કપ પૂરતું મર્યાદિત નથી, પરંતુ પુરુષ કે મહિલા બંને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકા તરફથી શ્રેષ્ઠ બોલિંગ સ્પેસિફિકેશન બની ગયું છે. તેણે પૂર્વ સ્પિનર અજંતા મેન્ડિસનો સપ્ટેમ્બર ૨૦૧૨માં ઝિમ્બાબ્વે સામે ૮ રન આપીને ૬ વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

T20I ક્રિકેટમાં ૭ વિકેટ લેનાર વિશ્વની બીજી કેપ્ટન

ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકે એક જ મેચમાં ૭ વિકેટ લેનાર ચમારી અટાપટ્ટુ વિશ્વની માત્ર બીજી કેપ્ટન બની છે. આ પહેલાં આર્જેન્ટિનાના કેપ્ટન એલિસન સ્ટોક્સે ૧૪ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ પેરુ સામે ૩.૪ ઓવરમાં ૩ રન આપીને ૭ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો : ICCએ કરી મોટી જાહેરાત, ભારતને મળી પ્રથમ વિમેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી માટે યજમાની, 2 સ્થળોએ રમાશે મેચ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *