Women's Asia Cup 2026 : ભારત-બાંગ્લાદેશ સેમિફાઇનલમાં કોનું પલડું ભારે? જાણો પીચ રિપોર્ટ અને હેડ-ટુ-હેડ રેકોર્ડ

📅 Published: September 10, 2026 | 📂 Category: cricket

દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચ ચાલુ ટુર્નામેન્ટમાં સ્પિન બોલરો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. ભારતીય સ્પિન આક્રમણે અત્યાર સુધીમાં 21 વિકેટ ઝડપીને વિરોધી ટીમો પર દબાણ બનાવ્યું છે, જેમાં ડાબા હાથની સ્પિનર શ્રી ચરણી શાનદાર ફોર્મમાં છે અને છેલ્લા 8 ટી20માં 21 વિકેટ લઈ ચૂકી છે. અહીં રમાયેલી છેલ્લી 12 મેચોમાંથી 8 મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમે જીતી છે, આથી ટોસ જીતનારી ટીમ પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

હેડ-ટુ-હેડ રેકોર્ડ અને ભારતીય ટીમની તાકાત

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 21 મેચ જીતીને સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો છે જ્યારે બાંગ્લાદેશ માત્ર 3 મેચ જીતી શક્યું છે. જોકે, થાઈલેન્ડ સામે ભારતનો મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં સ્મૃતિ મંધાના, કેપ્ટન હરમનપ્રીત કૌર અને ત્રીજા નંબરે બેટિંગ કરી રહેલી યુવા બેટ્સમેન પ્રતીકા રાવલ પાસે મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે. સામે પક્ષે બાંગ્લાદેશની ફાસ્ટ બોલર મારુફા અખ્તર ભારતીય ટોપ ઓર્ડર માટે નવો બોલ સ્વિંગ કરીને સખત પડકાર ફેંકી શકે છે.

ફાઇનલની ટિકિટ અને સંભવિત પ્લેઇંગ XI

ભારતની સંભવિત પ્લેઇંગ 11 : સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, પ્રતીકા રાવલ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), દીપ્તિ શર્મા, ઋચા ઘોષ (વિકેટકીપર), ભારતી ફુલમાલી, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી.

બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ 11 : દિલારા અખ્તર, ફરઝાના ઇસ્મિન, નિગાર સુલતાના (કેપ્ટન), શર્મિન અખ્તર સુપ્તા, રીતુ મોની, શોર્ના અખ્તર, ફાહિમા ખાતૂન, રાબિયા ખાન, મારુફા અખ્તર, નાહિદા અખ્તર, સુલતાના ખાતૂન.

આ પણ વાંચો : Women’s Asia Cup 2026 : દુબઈમાં આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે મહાજંગ, સેમિફાઇનલ જીતવા બંને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *