World News: 80મા સ્વતંત્રતા દિવસ પર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂને પાઠવ્યા ખાસ અભિનંદન

📅 Published: August 15, 2026 | 📂 Category: India National

રશિયાના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર જારી કરવામાં આવેલા સંદેશ મુજબ, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની ભવ્ય પ્રગતિના વખાણ કરતાં જણાવ્યું હતું કે, “તમારો દેશ આર્થિક, સામાજિક, વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રોમાં શાનદાર પ્રગતિ કરી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર સાચા અર્થમાં મહત્વપૂર્ણ સન્માન અને પ્રભાવ ધરાવે છે.”

ભારતની પ્રગતિ પર ફિદા થયા વ્લાદિમીર પુતિન

તેમણે ઉમેર્યું હતું કે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો એક વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને દેશો માત્ર દ્વિપક્ષીય વેપારમાં જ નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર (UN), BRICS અને SCO જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પણ એકબીજા સાથે ખભેથી ખભા મિલાવીને કામ કરી રહ્યા છે.

વ્લાદિમીર પુતિને ભારતની પ્રગતિને બિરદાવી

આ શુભેચ્છા સંદેશ એવા સમયે આવ્યો છે જ્યારે ભારત અને રશિયા નોર્ધન સી રૂટ (Northern Sea Route – NSR) ના માધ્યમથી પોતાનો દ્વિપક્ષીય વેપાર વધારવા સક્રિય ચર્ચા કરી રહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જેસ્વાલે પણ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારત અને રશિયા વચ્ચેના બહુઆયામી સંબંધોમાં ‘કનેક્ટિવિટી’ સૌથી મહત્વનો હિસ્સો છે.

નોર્ધન સી રૂટ અને આર્કટિક સહયોગનું મહત્વ

આર્કટિક ક્ષેત્રમાંથી પસાર થતો આ માર્ગ યુરોપ અને એશિયા વચ્ચેનો સૌથી ટૂંકો અને સલામત દરિયાઈ વિકલ્પ બની રહ્યો છે.NSR ના કારણે ભારતની હાલની કનેક્ટિવિટી જેવી કે ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) અને ચેન્નાઈ-વ્લાદિવોસ્તોક મરીન કોરિડોર ને વધુ બળ મળશે.આર્કટિક ક્ષેત્રમાં કાતિલ ઠંડી અને બરફ વચ્ચે નેવિગેશન કરવા માટે ભારતીય નાવિકોને ખાસ તાલીમ આપવા પર પણ બંને દેશો ભાર મૂકી રહ્યા છે.

આ પણ વાંચો: Porbandar: જૂના મકાનનો સ્લેબ તૂટી પડ્યો, મોડી રાત્રે બનેલી ઘટનામાં પરિવારનો બચાવ પણ ભારે નુકસાન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *