WTCમાં ઋષભ પંતની ઐતિહાસિક સિધ્ધી, 3000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ વિકેટકીપર બન્યો!

📅 Published: November 22, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઋષભ પંતે ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCના ઇતિહાસમાં પોતાના 3000 રન પૂરા કર્યા છે. આ સાથે જ તે WTCમાં 3000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બેટર બની ગયો છે. પંતે પોતાની આ સિદ્ધિ સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વધુ એક વખત પોતાની પ્રતિભા સાબિત કરી છે.

શરૂઆતમાં સંભાળીને રમ્યો, પછી બદલ્યો અંદાજ

સામાન્ય રીતે આક્રમક બેટિંગ માટે ઓળખાતો ઋષભ પંત આ વખતે શરૂઆતમાં અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. તેણે ન્યૂઝીલેન્ડના બોલરો સામે શરૂઆતમાં કોઈ જોખમ લીધા વિના સિંગલ અને ડબલ રન લઈને પોતાની ઇનિંગ આગળ વધારી હતી.ક્રીઝ પર સમય વિતાવ્યા બાદ પંતે પોતાની બેટિંગની ગતિ વધારી હતી. ત્યારબાદ તેણે કિવી બોલરો સામે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. મેદાનના ચારે તરફ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને તેણે ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ચોગ્ગો ફટકારીને પૂરા કર્યા 3000 રન

પંતને WTCમાં 3000 રન પૂરા કરવા માટે પ્રથમ ઇનિંગમાં 52 રનની જરૂર હતી. તેણે ઇનિંગની 55મી બોલ પર શાનદાર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ તેણે WTCમાં 3000 રનનો આંકડો પણ પાર કર્યો હતો.પોતાની આ ઇનિંગ દરમિયાન પંતે પાંચ ચોગ્ગા અને બે શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે તે 62 બોલમાં 55 રન બનાવીને અણનમ રહ્યો હતો.

WTCમાં 3000 રન બનાવનાર બીજો ભારતીય

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 3000 રન બનાવનાર ઋષભ પંત બીજો ભારતીય બેટર બન્યો છે. તેના પહેલાં ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.જોકે, વિકેટકીપર બેટર તરીકે WTCમાં 3000 રન પૂરા કરનાર પંત દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ સિદ્ધિ તેની સતત સારા પ્રદર્શન અને ટેસ્ટ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાનની સાબિતી આપે છે.વેલિંગ્ટન ટેસ્ટમાં પંતની આ ઇનિંગ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. શરૂઆતમાં ધીરજ અને ત્યારબાદ આક્રમક બેટિંગ કરીને તેણે ફરી એકવાર બતાવી દીધું છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં પણ મેચનું પાસું પલટી શકે છે.

આ પણ વાંચો- IND vs NZ Test Records : વેલિંગ્ટનમાં ભારતનો ઐતિહાસિક ધમાકો! 720 રન બનાવી તોડ્યા ટેસ્ટ ક્રિકેટના અનેક મોટા રેકોર્ડ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *