Yuvraj Singh એ શિષ્ય Abhishek Sharmaના ધમાકેદાર પ્રદર્શનને વધાવ્યું, કહ્યું- 'આ તો માત્ર શરૂઆત છે!'

📅 Published: September 18, 2026 | 📂 Category: cricket

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માની ધમાકેદાર સદીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. પૂર્વ ક્રિકેટરો પણ તેની આ ઇનિંગના ખૂબ વખાણ કરી રહ્યા છે. અભિષેક શર્માના મેન્ટર યુવરાજ સિંહે પણ સોશિયલ મીડિયા પર પહેલીવાર તેની આ શાનદાર ઇનિંગ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે અભિષેકને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી (ફુલ મેમ્બર ટીમ સામે) ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેણે કહ્યું કે, આ તો હજુ અનેક રેકોર્ડસ તૂટવાની શરૂઆત માત્ર છે. અભિષેકે અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મેચમાં માત્ર 30 બોલમાં જ સદી ફટકારી દીધી હતી, અને આ સાથે જ તે T20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે.

શું કહ્યું યુવરાજ સિંહે?

યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર અભિષેક શર્માની તસવીરો શેર કરતા લખ્યું હતું કે, સર અભિષેક, T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવા બદલ ખૂબ-ખૂબ અભિનંદન. મને તમારી મહેનત અને પ્રતિભા પર ક્યારેય કોઈ શંકા નહોતી, તું જરૂર એક દિવસ આ મુકામ ચોક્કસ હાસલ કરશે. આ તો અનેક રેકોર્ડસ તૂટવાની શરૂઆત છે. કોઈ મહાન વ્યક્તિએ કહ્યું હતું કે, ‘જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે, ત્યારે તેને તમારી સફળતાની સીડી બનાવી લો. તમારા બેટને બોલવા દો અને તમે બિલકુલ એ જ કરી રહ્યા છો, મને તરા પર ગર્વ છે. નમ્ર બની રહો અને તારી મહેનત ચાલુ રાખ. 

હું છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે જ રમી રહ્યો છું

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી T20 મેચમાં તોફાની સદી ફટકારનાર અભિષેક શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ અને ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’ બંને ખિતાબ પ્રાપ્ત થયા હતા. મેચ બાદ ગુરુવારે અભિષેકે કહ્યું હતું કે, મેં અગાઉ પણ કહ્યું છે કે હું છેલ્લા 2 વર્ષથી આ પ્રકારે જ રમી રહ્યો છું, અને કોઈ એકાદ ખરાબ સિરીઝના આધારે અમારું મૂલ્યાંકન થઈ શકે નહીં. એક બેટ્સમેન અને ક્રિકેટર તરીકે જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે, પરંતુ એક ટીમ તરીકે આપણી વિચારસરણી શું છે તે મહત્વનું છે. આ બધું યોગ્ય પ્રક્રિયા પર નિર્ભર કરે છે. હું સિરીઝ પહેલા ખૂબ તૈયારી કરું છું અને એક બેટ્સમેન તરીકે હું ખૂબ જ ચોક્કસાઈથી વિચારું છું કે પાવરપ્લેમાં કેવી રીતે બેટિંગ કરવી અને કયા બોલરો સામે આક્રમક રમત રમવી.

હું મારી જાતને કોઈ સીમામાં બાંધવા માંગતો નથી

તેણે વધુમાં જણાવ્યું હતું કે, આવી સ્થિતિમાં કોચ અને કેપ્ટન તરફથી સમર્થન મળવું ખૂબ જ જરૂરી હોય છે, અને મને પૂરતો સાથ મળી રહ્યો છે. હું મારી જાતને કોઈ એક સીમામાં બાંધવા માંગતો નથી, હું બોલ જોઈને તેને હિટ કરવાનો પ્રયાસ કરું છું અને આગામી મુકાબલાઓમાં પણ આવું જ કરતો રહીશ. અમારી ટીમનું કલ્ચર જ એવું છે કે, અમારે પાવરપ્લેમાં વધુમાં વધુ રન બનાવીને વિપક્ષી ટીમ પર દબદબો જમાવવાનો છે. 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *