ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 આવતા વર્ષે યોજાવાની છે. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ એક મોટી જાહેરાત કરી છે. CSKએ ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને તેના હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે.ઝહીર ખાન આવતા વર્ષે ચેન્નાઈને તેનું છઠ્ઠું IPL ટાઈટલ જીતવામાં મદદ કરવાનું ટાર્ગેટ રાખશે. ઝહીર ખાનને IPLમાં કોચિંગનો બહોળો અનુભવ છે અને તે તાજેતરમાં કેનેડામાં વાનકુવર એન્કર્સ ટીમમાં જોડાયો છે.
ઝહીરે ઘણી ટીમોને કોચિંગ આપ્યું છે
2017માં IPL માંથી ખેલાડી તરીકે નિવૃત્તિ લીધા પછી ઝહીર ખાને વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તેના IPL કરિયર દરમિયાન તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. 2019ના IPL પહેલા તેને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ક્રિકેટ ઓપરેશન્સ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. બાદમાં તેને ટીમના ગ્લોબલ ડેવલપમેન્ટના વડાની ભૂમિકા સંભાળી.ઝહીર તાજેતરમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે પણ સંકળાયેલો હતો. તેને IPL 2025 માટે ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તેને આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઈઝી છોડવાનો નિર્ણય લીધો.
ઝહીર CSKમાં સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે
ઝહીર CSKમાં સ્ટીફન ફ્લેમિંગનું સ્થાન લેશે, જેને 2009 થી 2026 સુધી લગભગ 18 વર્ષ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સનું કોચિંગ સંભાળ્યું હતું. સ્ટીફન ફ્લેમિંગે વર્ષોથી ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફ્રેન્ચાઈઝી સાથેનું તેનું લાંબું ક્નેક્શન હવે સમાપ્ત થઈ ગયું છે. તેને ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સાથે નવી જવાબદારીઓ સંભાળી છે અને જુલાઈમાં ઈંગ્લેન્ડની પુરુષ ટેસ્ટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત થયો હતો.
ઝહીરે CSKમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કર્યો
ઝહીર ખાન માટે CSKના કોચ બનવું એ તેમના કોચિંગ કરિયરમાં એક મોટી સિદ્ધિ છે. એક ખેલાડી તરીકે ઝહીર ખાને IPLમાં 100 મેચ રમી હતી, જેમાં 27.27 ની એવરેજથી 102 વિકેટ લીધી હતી. ભારત માટે તેનું ઈન્ટરનેશનલ કરિયર પણ શાનદાર રહ્યું હતું, તેને ત્રણેય ફોર્મેટમાં કુલ 610 વિકેટ લીધી હતી.CSKમાં જોડાયા પછી, ઝહીરે કહ્યું કે તે ફ્રેન્ચાઇઝનો ભાગ બનવાનો સન્માન અનુભવે છે. તેને વધુમાં કે તેને ચેન્નાઈ સામેની મેચોનો ખૂબ આનંદ માણ્યો. ઝહીરે ચેપોક ખાતે સુપર ફેન્સ દ્વારા બનાવેલા વાતાવરણની પણ પ્રશંસા કરી અને કહ્યું કે તે આ ભવ્ય ફ્રેન્ચાઈઝીના વારસાનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે.ટીમના માલિક રૂપા ગુરુનાથે ઝહીરનું ટીમમાં સ્વાગત કરતા કહ્યું કે અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે ઝહીર ખાન ચેન્નાઈ સુપર કિંગ્સના હેડ કોચ બનશે. ઝહીરની શાનદાર રમત કરિયર અને યુવા પ્રતિભાને કેળવણી કરવાની તેમની ક્ષમતા તેમને અમારી ટીમમાં એક મૂલ્યવાન ઉમેરો બનાવે છે. અમને વિશ્વાસ છે કે તેમનું માર્ગદર્શન આ ફ્રેન્ચાઈઝીનો પાયો વધુ મજબૂત બનાવશે
આ પણ વાંચો – Asian Games 2026: પાકિસ્તાને 12 વર્ષ બાદ ક્રિકેટમાં જીત્યો મેડલ, બ્રોન્ઝ મેચમાં બાંગ્લાદેશને 31 રને હરાવ્યું
