
– 4 ઈસમ વિરૂધ્ધ ઘોઘારાડ પોલીસ મથકમાં ફરિયાદ
– મામા ભાણિયા શખ્સના ઘરે ઠપકો આપવા ગયા ત્યારે મામલો બીચક્યો, બન્ને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડયા
ભાવનગર : અકવાડામાં યુવતી સાથે ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોવાનો ઠપકો આપવા ગયેલા મામા ભાણિયા પર ચાર શખ્સે છરી વડે પ્રાણઘાતક હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.મામા ભાણિયાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં મામાનું મોત નિપજ્યું હતું.
ઘોઘા રોડ મોટા શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડીયાર નગર એક ખાતે રહેતા દિલીપભાઈ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદાર નીતેશભાઈના કાકાની દીકરી સાથે અલ્પેશ ધીરાભાઈ સોલંકી નામનો શખ્સ ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હતો.
