અકસ્માત:મોડાસા મેઘરજ રોડ પર ઇકો ટ્રેક્ટર ટકરાતાં મહિલા ઘાયલ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

મોડાસા મેઘરજના મુખ્ય માર્ગ પર રતનપુર પાટિયા નજીક બપોરના સમયે ઇકોમાં બેઠેલ મજૂર વર્ગ પીઠ (રાજસ્થાન) થી મજૂરી માટે અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે ઇકો અને ટ્રેક્ટર ટકરાતાં ઇકોમાં બેઠેલ મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. દરમિયાન ઇકોની આગળની બંને એર બેગો ખૂલી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક મહિલાને મેઘરજની જલારામ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઇ હતી.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *