
Ajit Pawar Plane Crash News : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય ચાર લોકોના જીવ લેનારા બારામતી વિમાન અકસ્માત મામલે એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. યુરોપિયન એવિએશન સેફ્ટી એજન્સી (EASA) ના રિપોર્ટ મુજબ, જે ચાર્ટર ઓપરેટર VSR વેન્ચર્સ ના પ્લેનમાં આ અકસ્માત થયો, તે કંપનીને સુરક્ષા ખામીઓને કારણે એક વર્ષ પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. આ કંપની ‘લેવલ-1’ ની ગંભીર સુરક્ષા ખામીઓ છુપાવવા બદલ દોષિત ઠરી હતી.
શું હતી ‘લેવલ-1’ ની ભૂલ?
એવિએશન જગતમાં ‘લેવલ-1’ ફાઇન્ડિંગ એટલે સુરક્ષાના ધોરણોનું સૌથી ગંભીર ઉલ્લંઘન.
