
Ajit Pawar Plane Crash Report : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી એરપોર્ટ પાસે 28 જાન્યુઆરીએ એક પ્લેન ક્રેશ થયું હતું, જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના નિધન થયા હતા. હવે આ પ્લેન દુર્ઘટનાની તપાસ ઝડપી બનાવવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મહારાષ્ટ્ર સરકાર પાસે સહયોગ માંગ્યો છે.
ઉડ્ડયન મંત્રીએ મુખ્યમંત્રી ફડણવીસને લખ્યો પત્ર
દુર્ઘટનાના એક દિવસ બાદ રામમોહન નાયડુએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને તપાસમાં મદદ કરવા માટે સહયોગ માંગ્યો છે.
