અનિયમિત સાફસફાઈ અને કચરાના ઢગલાને કારણે ગંદકી:ગોધરાના પોલન બજારમાં શાળા પાસે સફાઇના અભાવે કચરાના ઢગલા

📅 Published: November 17, 2025 | 📂 Category: Uncategorized

ગોધરા પોલન બજાર વિસ્તારમાં મૂકાયેલા બે કન્ટેનર કચરાથી ભરાઈ જતાં કચરો બહાર રોડ પર ફેલાઈને ઢગલા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનિયમિત સાફસફાઈ અને કચરો રોજબરોજ નહીં હટાવવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.ગંદકીના ભરમાર વચ્ચે શાળાએ આવતા વિધાર્થીઓ સહીત લોકો નું આરોગ્ય જોખમ માં મુકાયું છે. ગોધરાના પોલન બજાર શાળા નજીક અનિયમિત સાફસફાઈ અને કચરાના ઢગલાને કારણે ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે. પોલન બજારના ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર કચરાના ઢગલા થતાં સ્થાનિકો, શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ સહિત અનેક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં મૂકાયેલા બે કન્ટેનર કચરાથી ભરાઈ જતાં કચરો બહાર રોડ પર ફેલાઈને ઢગલા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનિયમિત સાફસફાઈ અને કચરો રોજબરોજ નહીં હટાવવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે. કચરાના ઢગલામાંથી દુર્ગંધ ફેલાતા લોકોને નાક દબાવીને પસાર થવું પડે છે.મુખ્ય માર્ગ પર ગંદકીને કારણે રાહદારીઓને ચાલવામાં પણ મુશ્કેલી પડે છે.આ સ્થળે અનેક વાર કચરામાં આગ લાગવાના બનાવો પણ બની ચૂક્યા છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *