
કાબૂલ,૨૪ જાન્યુઆરી,૨૦૨૬,શનિવાર
અફઘાનિસ્તાનમાં ખરાબ હવામાન અને બરફના તોફાનથી ભારે ખુંવારી થઇ છે. જુદા જુદા પ્રાંતમાં ત્રણ દિવસથી ચાલતી આ કુદરતી આફતમાં ૬૧ લોકોના મુત્યુ થયા છે. અફઘાનિસ્તાનના ડિઝાસ્ટર વ્યવસ્થાપનના જણાવ્યા અનુસાર ૧૧૦ લોકો ઘાયલ પણ થયા છે. ઘરોને મોટા પાયે નુકસાન થયું છે. એક મુખ્ય હાઇવે બંધ થઇ જવાથી સેંકડો પ્રવાસીઓ ફસાઇ ગયા છે.
