
Ahmedabad News: અમદાવાદમાં ‘લૂંટારી દુલ્હન’ તરીકે ઓળખાતી અને છેલ્લા 4 વર્ષથી પોલીસને ચકમો આપી રહેલી મુખ્ય આરોપી માનવી મીણાને આખરે ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી માનવી અને તેની ટોળકી ખાસ કરીને એવા ઉંમરલાયક યુવકોને શોધતી હતી જેમના લગ્ન થવામાં મુશ્કેલી પડતી હોય. પરિવારનો વિશ્વાસ જીતી લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ આ યુવતી લાખોની રોકડ અને દાગીના ચોરીને પલાયન થઈ જતી હતી.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, વર્ષ 2022માં માધુપુરાના એક યુવક સાથે લગ્ન કર્યા બાદ માનવી માત્ર ચાર જ દિવસમાં દોઢ લાખની રોકડ અને કિંમતી ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી.
